________________
યોગ સદા નિર્મલ રહે છે, મન દુવિકલ્પ તજી સામ્ય-સમતામાં લીન થાય છે અને વચન પણ નિરવદ્ય વ્યાપારમાં પ્રવર્ત્તમાન થાય છે. ત્રિયોગનું નિર્મલત્વ કરનાર મૈથ્યાદિ ભજે છે, માટે હે આત્મન્ ! મૈત્રી, પ્રમોદ, કરૂણ ને માધ્યસ્થ્ય ભાવનાને આત્મામાં એવીરીતે ઉતાર કે જેથી રાગદ્વેષ-રહિત એવી સમતા આવે, તેથી આત્મલયવડે અવિરત સદ્ભાવનામાં ચિત્તને રમણ કરાવ, મૈથ્યાદિથી મમત્વ ત્યાગ થાય છે, તો કયાંય પણ મમત્વ ન કર, તેમજ રતિ-અતિ-કષાય ન કર, આથી ઇચ્છા રહિત એવા તને અહીં પણ અનુત્તર અમર્ત્ય સુખ મળશે. આ યતિશિક્ષા અવધારી જે વ્રતસ્થ ચરણકરયોગનો એકચિત્તે આશ્રય લેશે તે એથી કલેશરાશિ ભવસાગર તરીને અનંત શિવસુખ પામશે.
હવે છેલ્લો સોળમો અધિકાર સામ્યસર્વસ્વ નામનો અધિકાર કહે છે: તેમાં પહેલા અધિકારમાં જે સામ્ય-સમતાની પ્રધાનતા બતાવી તે સમતા આ છેલ્લા અધિકારમાં ઉપસંહારરૂપે ઉલ્લેખી તેની વિશેષ મુખ્યતા ગ્રંથકાર દર્શાવે છે. તેમાં સર્વ શુભ પ્રવૃત્તિ અભ્યાસથી આવે છે તેનું નિરૂપણ છે. હે પરમરહસ્યને જાણનાર ! જે ભાવથી આત્મસ્વરૂપે વર્તાય તે ભાવને-સ્વરૂપને સામ્ય પ્રત્યે લઈ જા, કારણકે સામ્ય-સમત્વથી શિવસંપદ્ ભવના ભયને ભેદવા ઇચ્છનારને હસ્તગત થાય છે. હું આત્મન્ ! તું જ દુઃખ, નરક, સુખ, કલ્યાણુ–મોક્ષ, કર્મો, મન છે, માટે અવિદ્યા (પાઠાંતર અવજ્ઞા-અનાદર) તજી સાવધાન મનવાળો થા-ધર્મકૃત્યમાં ઢીલ ન કરતાં પટુ-હુશિયાર રહે. સર્વત્ર નિઃસંગતાનું પ્રાધાન્ય છે, માટે આત્મન્ ! સામ્યન ચિંતનવડે સર્વે અર્થીમાં નિઃસંગતા પ્રાપ્ત કર, શોકનું મૂળ મમતા છે, સુખોનું મૂળ સમતા છે, સ્ત્રી કે ધૂળમાં, સ્વમાં કે પરમાં, સંપન્ કે વિપદ્માં મમતા મૂકી સમતા રાખ કે જેથી શાશ્વત સુખનો સંયોગ થાય. તે ગુરૂ, તે શાસ્ત્ર, તે તત્ત્વનો આદર કર કે જેનાથી સમતા મળે, સમતાનો અમૃતરસ સર્વે શાસ્ત્રોના મંથનથી ઉર્યો છે માટે તે રસ પીઓ અને મોક્ષ સુખ મેળવો. શાંત ભાવનાના આત્મારૂપ આ મુનિસુંદરસૂરિચિત અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથનું બ્રહ્મવાંછના-મુક્તિની ઇચ્છાથી અધ્યયન કરવું કારણકે તે સ્વપરહિત કરનાર કલ્પતરૂની રેખા રૂપ છે. જે મતિમાન આ ગ્રંથનું અધ્યયન કરીને ચિત્તમાં તેનું વારંવાર રમણુ કરે છે તે શીઘ્ર ભવથી વિરામ પામે છે-સંસારવિરક્ત થાય છે. તેવા તિમામાં ભવના વૈરીપર–ક્રોધાદિકષાયપર જયલક્ષ્મી મેળવી શિવલક્ષ્મી રમે છે.
આત્માનો જે શાસ્ત્રમાં વિષય છે તે અધ્યાત્મશાસ્ત્ર. આ ગ્રંથને અધ્યાત્મના કલ્પદ્રુમનું નામ આપ્યું પણ તેમાં શુદ્ધ સ્વરૂપાનુયાયી