________________
આત્મશુદ્ધિ થાય છે ને તે શુદ્ધિ સર્વરીતે-મુખ્યરીતે સામાન્યરીતે યતિ માટે છે અને ગૌણરીતે શ્રાવકો માટે છે. યોગમાં પહેલો મનોયોગ છે.
મન એ સર્વમાં મુખ્ય કારણ છે–મનનો સંવર કરવાથી તે બધા હેતુ-મિથ્યાત્વાદિ ચારેનો સંવર થાય છે ને તે જ આખરે મોક્ષ અપાવે છે. તેનો yીસંવર ન થાય તો તંદુલમસ્ય પેઠે નિકૃષ્ટ ગતિ થાય છે તે માટે રચંદ્ર ટીકાકાર ગ્રંથકારના બીજા ગ્રંથ નામે ઉપદેશ રત્નાકરના બીજા તટના
ત્રીજા અંશની નવમી ગાથા જોઈ જવા કહે છે. અસંવર કરવાથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ નરકનું નિમિત્તભૂત થયો પણ પછી તુરત સંવરમાં લીન થતાં તેણે મુક્તિ સિદ્ધ કરી, તેની કથા ઋષિમંડલ-વૃત્તિમાંથી ટીકાકારે આપી છે, મનની અપ્રવૃત્તિથી સરવાનું નથી, મનને ધર્મધ્યાન અને શુકલ-| ધ્યાનમાં પ્રવર્તમાન કરનારા અમારા વંદનને યોગ્ય છે, કારણ કે તેઓ આર્ત અને રૌદ્ર ધ્યાનથી-મનના વિકલ્પોથી દૂર રહે છે અને સુધ્યાનમાં,
જોડાયેલા રહે છે, તે જ પ્રમાણે વચનની અપ્રવૃત્તિ-મૌન રાખવાથી સરવાનું નથી, જેની વચનમાં સમિતિ છે-નિરવ જેનું વચન છે તે, જાતેમ જ મૌન રાખવામાં વચનની શક્તિ-સાચવે છે તેની સ્તુતિ અમે કરીએ છીએ કારણ કે સાથ બોલનાર વસુરાજા (કે જેની કથા યોગ
શાસ્ત્રની વૃત્તિ અનુસાર રત્નચંદ્ર ટીકાકાર આપે છે) આદિ ઘોર નરકમાં ગયા. દુષ્ટ વચનથી આ ભવમાં વૈર બંધાય, ને પરભવમાં ખરાબ ગતિ મળે અગ્નિના દાઝેલા ઉગે-વૃદ્ધિ પામે, પણ દુષ્ટ વચનથી બળેલામાં પ્રેમાકુર ફુટતો નથી. મહાવીર પ્રભુએ દીક્ષાકાળથી કેવલજ્ઞાન થતાં સુધી મૌન-વચનગુપ્તિ આચરી. કાયાનો સંવર જ્ઞાતાધર્મકથાંગમાં આપેલ દૃષ્ટાંત પ્રમાણે કાચબાની પડે રાખ. કાયાની અપ્રવૃત્તિ-હલનચલનનો અભાવ રાખવાથી નહિ સરે; એમ તો ઝાડ, થાંભલા, દ્રિય જીવ આદિ તેમ રાખે છે તેથી તેનું કલ્યાણું નથી. જેની શિવહેતુ માટે જ શરીરક્રિયા છે તેવા યતિઓની અમે સ્તુતિ કરીએ છીએ. હવે પાંચે ઇન્દ્રિયનો સંવર કહે છે. સાંભળવામાં, સુંઘવામાં, જવામાં, ચાખવામાં, સ્પર્શ કરવામાં માત્ર સંયમ રાખવાથી ન સરે, પણ ઈષ્ટ અનિષ્ટ સાંભળતાં, સુંઘતાં, જોતાં, ચાખતાં, સ્પર્શતાં, રાગ દ્વેષ જેને ન થાય ત્યારે તે ખરો યતિ. ઈષ્ટ રસને, ઈષ્ટ સ્પરીને તને તો તપનું ફળ મળે, મૂત્રાશય-પુરૂષચિઠ ને સ્ત્રીચિહના સ્થલ સંયમથી બ્રહ્મચર્ય સધાતું નથી, તમાં મનપૂર્વક સંયમ હોય તો જ બ્રહ્મચર્યનું ફળ મળે. વિષદ્રિયના સંયોગનો અભાવ માત્ર રાખવાથી સંયતિ ન થવાય પણ રાગ દ્વવાળા મનોયોગના અભાવથી સંયતિ થવાય ને તેને અમારા વંદન છે.