SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાંપડે તો તેને માનવા, અન્યને તજવા-તેમાં દષ્ટિમોહ ન જોઈએ. આટલું કહી ગ્રંથકાર પોતાના સમયની સાધુસ્થિતિથી દુઃખિત થઈ| બોલી ઉઠે છે કે૮ શ્રી વીર (પ્રભુ)! પૂર્વે તે (સુધર્મા આદિને મુક્તિપથના પ્રવર્તક તરીકે સ્થાપ્યા હતા. તેઓ (સુધર્માઆદિની પટ્ટALપરંપરાએ આવેલા સુવિહિતઆચાર્યોથી જુદા પડી સ્વાભિમાનની પુષ્ટિ અર્થે પોતાના નામે મતપ્રવર્તક થઈ) આ કલિયુગમાં તારા વગર–| તારી ગેરહાજરીમાં તારા શાસનમાં ઘણી સંખ્યામાં લુંટારા થયા, તેઓ યતિનું નામ ધારણ કરીને સ્વલ્પ બુદ્ધિવાળા જનોની પુણ્યલક્ષ્મી ચોરી જલે છે. અહીં અમારે શો પોકાર કરવો ? કારણ કે જ્યાં અરાજકતા–રાજાનો અભાવ હોય ત્યાં કોટવાળ શું ચોરો નથી થતા? (થાય છે.)” આવી સ્થિતિમાં દષ્ટિરાગ-દષ્ટિમોહ રાખતાં અયોગ્ય એવા કગુરુ કધર્મ અને કુદેવનું સેવન થતાં અહિત સધાય છે-તે કદિ સન્માર્ગહીમોક્ષની દિશા બતાવી શકતા નથી. આ માટે કુલ, જાતિ, મા બાપ, મહાજન, વિદ્યા, સગાં, કુલગુરૂ કે ધનથી દોરાઈ ન જવું ઘટે. તત્ત્વ Scઆપી બોધિદાન કરી શુદ્ધ ધર્મમાં યોજે તે સાચાં માબાપ, સગાં કે ગુરુ. આ અને અન્ય ભવમાં સંપત્તિ આપનારાં દાક્ષિણ્ય-અનુકૂલ/M થવાનું માનસ, શરમ, ગુરુદેવપૂજા, પિતા (માતા, મોટાભાઈ કાકા) આદિની ભક્તિ, સુકૃત–પુણ્ય પ્રત્યે અભિલાષા, પરોપકાર, વ્યવહાર શુદ્ધિ | છે, ને વિપત્તિ આપનારાં વીતરાગની અભક્તિ, સાધુઓની અવજ્ઞા, શ્રાદ્ધ કે યતિનાં દિનકૃત્યોમાં ઔચિત્યનો અભાવ, અધમીઓનો સંગ, શાપિતા આદિ વૃદ્ધો પ્રત્યે ઉપેક્ષા અને બીજાઓને (ખોટાં તોલાં, ખોટાં માપ, ખોટા દસ્તાવેજ આદિથી) છેતરવું એ છે. માટે ભક્તિથી જિન-le પૂજા, સુગુરુ પાસે ધર્મશ્રવણ, (૧૮ પાપસ્થાન, ૧૫ કર્માદાનથી) વિરતિ-વિરામ, અર્થવાળાં કે નિરર્થક હેતુએ પાપ કરવાથી અલગપણું થાય (તો જ સુખ છે, નહિ તો દુઃખ છે. ગુરુના યોગે તેમનો પ્રમાદરહિત લાભ લેવો. દેવગુરુધર્મ પ્રત્યે અંતરંગ પ્રીતિ વગરનું જીવન પટભરાઓનું GIછે. દ્રવ્યનો વ્યય દેવકાર્ય ને સંઘ કાર્યમાં ન થાય તો તે દ્રવ્ય મેળવવામાં થતાં પાપથી બચવામાં સંસારીને આધાર રહેતો નથી. | પોતાના સમયના યતિઓ-સાધુઓની સામાન્યરીતે વિષમ-વિપરીત સ્થિતિ જોઈને ગ્રંથકાર તેમને બોધ દેવા બીજા અધિકારો કરતાં વધુ વિસ્તારવાળો ૫૭ શ્લોકનો તેરમો અધિકાર આલેખે છે તેમાં તે પ્રથમ મહાપવિત્ર અને સાચા મુનિઓ કે જેઓ ઇન્દ્રિયવિષયમાં અનાસકત, કષાયોથી અવ્યાસ, રાગદ્વેષથી મુક્ત, કલુષભાવને-પાપને પ્રશાંત રાખનાર, સમતાથી સુખોનું ઐકય પ્રાપ્ત કરનાર છે. અને
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy