SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अध्या. धनवि. હિ ग्रन्थकारादिपरिचय | ૪૫ કફ KXXXX888 નકામાં છે, અને મનોજય હોય તો પછી એ સર્વ નિષ્ફલ છે. મન સાધ્યું તેણે સર્વે સાધ્યું–મુક્તિ પણ સધાઈ. મનોનિગ્રહ-મનની સમાધિના ઉપાય-૧) સ્વાધ્યાય (શાભ્યાસ)ના યોગ એટલે આંબેલ આદિ તપથી યોગવહન-વારંવાર સ્વાધ્યાય કરવો, (૨) પ્રતિક્રમણ કાયો-| સર્ણાદિ ચારિત્રની ક્રિયાઓમાં પ્રવૃત્તિ (૩) અનિત્યસ્વાદિ બાર ભાવના, અને (૪) ત્રણ નામે મનવચનકાયાના યોગોની શુભ અશુભ પ્રવૃત્તિનાં ફળોનો ઉપયોગ-ચિંતન છે, તેમાં ભાવનાનું મુખ્યત્વે છે કારણ કે તેથી દુર્ગાન થતું નથી. (શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં જણાવે છે કે સામ્ય-સમભાવ-સમતા નિર્મમત્વવડે કરી થાય છે અને તે નિર્મમત્વ માટે અનિત્યતા આદિ બાર ભાવનાનો આશ્રય કરવો.) મનને દમવું તે મનોનિગ્રહ અને સંસારપરથી મન ઉઠી જવું તે વૈરાગ્ય. સંસારની વસ્તુઓ ક્ષણિક છે, તેને અને આત્માને તાદાભ્ય સંબંધ નથી, છતાં તેવો સંબંધ આસક્તિથી કરી લેવો-માનવો એ યોગ્ય નથી. આ દેહ પણ ક્ષણિક છે; મરણુ દરેક દેહધારીને અવશ્ય છે ને | છે, એટલે આસક્તિથી વિશેષ કમબંધ કરીને અનંત પુદ્ગલપરાવર્તનવાળા જન્મમરણના ફેરામાં વર્ણિ જવું તેથી અતિમ ધ્યેય તે મોક્ષ સાધી | ન જ શકાય. જનમનરંજન કરવા કરતાં આત્મરંજન કરવું, મદ-અહંકાર છોડી મળેલી સામગ્રી અને સાધનોનો સદુપયોગ કરી અપ્રમત્તપણે ધમધમથી દુઃખનો અંત લાવવો, યોગ્ય છે. આમ વૈરાગ્યનો ઉપદેશ આપી વૈરાગ્ય તરફ ગ્રંથકાર દશામાં અધિકારમાં લક્ષ ખેંચે છે. અગ્યારમા અધિકારમાં વૈરાગ્યથી સંસાર પ્રત્યે વિરાગભાવ લાવી ધર્મમાં ઉદ્યમ રાખવો ઘટે, માટે તે ધર્મ-ધર્મશુદ્ધિ ગ્રંથકાર સમજાવે છે. તેમાં પ્રમાદને તથા કષાયને સ્થાન નથી. ધર્મ એટલે સુકૃત્ય-પુણ્યકાર્ય-દાનાદિ ધર્મને, શિથિલતા-અદઢતા, ગુણીપ્રત્યે મત્સર, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ-દાનાદિ કર્યા પછી તે બદલ સંતાપ, દંભ-કપટ, અવિધિ-અનાચાર, ગૌરવ-મોટાઈનો ભાવ, પ્રમાદ-અનુપયોગ, માન, કથ, કસંગ,I આત્મશ્લાઘાની ઇચ્છા-આ સર્વ, મલીન કરે છે, માટે શુદ્ધ ધર્મમાં આ મલીનતાઓ ન જોઈએ. આત્મશ્લાઘા બદલે પરગુણુપ્રશંસા, સ્વદોષનિન્દા, પ્રકટ નહિ પણ ગુપ્તદાનાદિ, ભાવ અને ઉપયોગ સહિત આવશ્યકાદિ ધર્મક્રિયાઓ થાય તો તે ધર્મશુદ્ધિ છે. | હવે બારમા અધિકારમાં ધર્મ એટલે દર્શન પર આવી તેમાં કહેલ ઉપાદેય એવા શુદ્ધ દેવ, ગુરુને ધર્મતત્ત્વનું સ્વરૂપ ગ્રંથકાર જણાવે છે. તેમાં મુખ્ય તત્ત્વ સદ્ગુરુ છે કે જે આત્મહિત દર્શાવે. કુગુરુ તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે; માટે સની પરીક્ષા કરી સદ્દગુરૂ શોધી अ०कना बीजाथी बारमा अधिकार
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy