________________
એ રીતે શુદ્ધિ કરવી, ચેતન અને અચેતન પદાર્થો પરનું મમત્વ છોડવું,-આસક્તિ તજવી કે જેથી સામ્ય-સમતા પ્રક. જન્મ મરણુ એ
સંસારમાં થયાં જ કરે છે, તેમાંથી કોઈ પણ પ્રાણી સિદ્ધ થયા પહેલાં છટકી શકે તેમ નથી; માટે કોઈ વસ્તુ પર આસક્તિ ન રાખતાંજો કોધાદિ કષાય ન સેવતાં, સર્વપ સમાન ભાવ રખાય તો જ અધ્યાત્મ–ભૂમિકા પર અવયિ. પછી કોઈના સંયોગ કે વિયોગથી હર્ષ શોકIછી ન થાય, કોઈપર રાગદ્વેષ ન થાય, અને મન શાંતરસમાં રમણ કરે.
ચેતનપદાર્થોમાં માતા પિતા, સગાં સ્ત્રી, નોકર ચાકર, ગુરુ, મિત્ર, ઢોર વગેરેનો, અને અચેતન પદાર્થોમાં ધન, જમીન, મકાન, જીપુસ્તક-શાસ, પાત્ર, વસ્ત્ર આદિનો સમાવેશ થાય છે. આ સર્વ સાથેનો સંબંધ આત્માસહિત મન અને ઇંદ્રિયોવાળા આપણા દેહને રહે છે,
આ પદાર્થો પૈકી ખાસ કરી સ્ત્રી, અપત્ય-સંતાન, ધન અને દેહ એ મુખ્ય ચારને અવલંબી તે દરેક પરની મમતાનો ત્યાગ કરવાના ઉપદેશ રૂપે ચાર-બીજાથી પાંચમા અધિકારો ગ્રંથકારે રહ્યા છે. છઠ્ઠામાં વિષયસેવનનો અને પ્રમાદનો ત્યાગ કરવા માટે, સાતમા અધિકારમાં કષાયનો ત્યાગ કરવા માટે બોધ આપ્યો છે.
આ બધું સમજાવનાર કોણ? શાસ્ત્ર અને ગુરુ. શાસ્ત્રાભ્યાસનો અધિકાર આઠમો છે. શાસ્ત્ર એ પવિત્ર વસ્તુ છે, તેના રહસ્યને પામવા Tખૂબ ઊંડો અભ્યાસ કરવા સાથે તેની ઉત્તમ છાપ મનપટ પર પડે તેમાંથી ભાવનાના અંકુરો ફુટે અને ચરિત્રમાં અનુષ્ઠાનમાં તેનો ઉપદેશ
મૂકાય તો જ શાસ્ત્રની ઉપયોગિતા છે. પત્થર જેવા કે પ્રમાદી મન પર તેની અસર નથી, વાવિલાસરૂપે શાસ્ત્રને ઉચ્ચારી જવામાં, Sી પોતાની પૂજા માટે કે લોકરંજનાર્થે, વાદીઓને જીતવામાં કે ખ્યાતિ મેળવવામાં શાસ્ત્રવેત્તાનો પાઠ ભજવાય તેથી આત્મહિત નથી. તેવાને
તો “અમે અધ્યાત્મશાસ્ત્રો, પરલોકહિતકાર્યમાં જડ એવા ઉદરંભરી–પેટભરા કહીએ છીએ” એમ ગ્રંથકાર કહે છે. શાસ્ત્રમાં બતાવેલાં Sાચાર ગતિનાં દુઃખો બતાવી તે વાંચ્યાં છતાં વિષયોનું સેવન ન કષાય કેમ રહેવાં ઘટે?-મનોનિગ્રહ માટે શાઆભ્યાસ છે, માટે મનોનિગ્રહ
કરવો ઘટે તે અર્થે નવમો અધિકાર કહ્યો છે. કવિકલ્પ તજી સવિકલ્પ કરવાથી અસદગતિ થતી નથી. સારીમાઠી ગતિ મનના સારામાઠા Sાવકલ્પ પર છે. યમ, નિયમ, દાનાદિ ધમ, જાપ પવનાદિકની સાધના એ સર્વ મનોજ માટે છે, અને જે મનોજય ન થાય તો એ સવ!