________________
સાગર પક્ષના મુક્તિસાગરની સં. ૧૬૮૧ ની ઉપયોગી ઐતિહાસિક હકીકત જણાવી છે. (પ્રશસ્તિસંગ્રહમાં સંગ્રહકારે લહિઆની પ્રશસ્તિ પર જ ભાર મૂકી તેજ આપી છે, જ્યારે મૂળ ગ્રંથ કેનો રચેલો, તેની પ્રત કેટલાં પત્રોની- એ આવશ્યક વિગતો સંબંધી એક અક્ષર નથી જણાવ્યો, એ તે સંગ્રહની મોટી તૂટી છે.) મારા જૈ. સા. સં. ઇતિહાસના પારા ૮૮૦માં આ મુમતાહિવિષજાંગુલિને સ્વતંત્ર ગ્રંથ તરીકે સં. ૧૬૭૯માં રચેલ જણાવેલ છે તે સંવત બરાબર નથી. સં. ૧૬૭૮માં સુરતમાં સંગ્રામસૂર કથા રચેલી તેનો ઉલ્લેખ ઉપર થઈ ગયો છે. પદ્મપ્રભસૂરિ
કત ભુવનદીપક ઉપર રત્નચંદ્ર કૃત બાલાવબોધ (પી. ૧ નં. ૩૧૦ પૃ. ૧૨૮)ની પ્રત બતાવી છે તેના કર્તા રત્નચંદ્ર માંડવ્યપુર ગચ્છના યાદવ (દેવાનંદ) આચાર્યના શિષ્ય અને ૧૦૮ પ્રકરણના કાઁ મહાકવિ પંડિત રત્નચંદ્ર છે કે જેણે નંદિતાય છંદસૂત્ર ૫ર ટીકા (પી. ૩ ૫.Ie} ૨૨૪) રચી-એટલે આ રવચંદ્રથી ભિન્ન છે. આ“રવચંદ્રની રઘુવંશ અને નૈષધીય પરની ટીકાઓની તારીખો- સને ૧૬૧૨ અને ૧૬૨૭ વચ્ચે ' એ નામનો પી. કે. ગોડેએ લખેલો અંગ્રેજી ટૂંકો લેખ જુઓ ઍનસ ભાં. ઓ. પી. ઈ. વ. ૧૩ પૃ. ૯૪.
આપણા આ રચંકે સંસ્કૃતમાં પદ્ય ને ગદ્ય લખ્યું કે ગુજરાતીમાં ગદ્ય લખ્યું, તો પછી તેણે ગુજરાતીમાં પથ પણું લખ્યું હોવું. જોઈએ, પણ તેની પદ્યકૃતિ ગૂજરાતીમાં એકે જોવામાં આવી નહોતી, અને તેથી “જૈન ગૂર્જર કવિઓના મારા પુસ્તકમાં ગૂડ કવિ તરીકે નોંધાયેલ નથી. હમણાં સુભાગ્યે તેમનું ઉલું એક ઐતિહાસિક ગૂ૦ કાવ્ય નામે પડધરી પ્રાસાદ બિંબ-પઇસારાધિકાર સ્તવન’ ૩૧ કડીનાદી
શ્રી જિનવિજયજીએ પૂરા પાડેલ ચૈત્ય પરિપાટી-સંગ્રહમાંથી મળી આવ્યું. હું પડધરીમાં સં. ૧૯૯૬ના કાર્તિક માસમાં એક સ્વજનના લગ્નમાં | ગયો હતો ત્યારે તેના ગઢમાં એક ભવ્ય મનોહર મંદિરનો અખંડ અવશેષ બારણુ-બંધ જોવામાં આવતાં તેની કરણી માંડણી ચિહ્નો પરથી તે એક જૈન મંદિર હોવું જોઈએ એમ મને ચોક્કસ લાગ્યું, પણ તેના દ્વાર ઉઘડાવી જોતાં મૂર્તિ કે શિલાલેખ નહોતો એટલે નિરાશ થયોહવે આ મંદિર સંબંધી ઉક્ત સ્તવન માહિતી આપે છે એ જાણી વધુ આનંદ થાય છે. | તેનો સાર એ છે કે -આદિ જિન પ્રમુખ ૨૪ જિન, અને તેમના ૧૪૫૨ ગણધર, તથા સરસ્વતી દેવીને પ્રણમી ક્યાં બે ગામોમાં આદિ જિન અને શાંતિ જિનના પ્રાસાદ થયા અને તે બે ગામોની ઉત્પત્તિ, કયા ગામથી આવીને કયા રાજાના પ્રધાનોએ તે પ્રાસાદ કરાવ્યા તેનાં નામ