________________
श्री अध्या. ધનવિ. રત્ન વૃત્તિ.
॥ ૪૨ ॥
જણાવીશ. તપ ગચ્છના રાજા વિજયસેનસૂરિનો વાસક્ષેપ શિરે ધરનારા તે ઉદાર વકો હતા. (કડી ૧ થી ૫) કચ્છની ભદ્રેશ્વર નગરીમાં જામ રાવલ રાજાનો મંત્રી પેથો હતો. એક દિન સ્વમમાં દેવ આવી હાલાર દેશ સ્થાપવાનું કહેતાં તે રાજાએ સં. ૧૫૬ના શ્રાવણ શુદિ આઠમ ને રવિવારે ચાતે દિને નવાનગર વસાવ્યું. (૬) 'જામ રાવલની પાટે જામ વિભો આવ્યો. મંત્રી પેથાને બે સ્ત્રી નામે પ્રેમલાદે અને રીડી હતી. પ્રેમલાદેથી બે પુત્રરત્ન નામે યાદવ અને જગમાલ થયા ને તે બંને વિભા જામના મંત્રી હતા. બંને ધર્મપરાયણ શ્રાવકો હતા— તેમણે પડધરી નગર વસાવી તેમાં શ્રાવક લોકને વસાવ્યા. તેમનું ગોત્ર ભણશાલી હતું. યાદવને અહિવદે અને જગમાલને દાડમદે નામની પત્ની હતી. અહિવદેએ ભણુશાલી આણંદ અને અખજી એ બે પુત્રોને જન્મ આપ્યો. (૮)
૧ જામ રાવળ-કચ્છમાંથી ચાર હજારની ફોજ લઈ ઇ. સ. ૧૫૩૫-૩૬ તથા ૧૫૩૭માં સોરઠ ઉપર સ્વારી કરી દેદા તથા ચાવડાઓ પાસેથી જોડીઆ તથા આમરણ પરગણાં, જેઠવાઓ પાસેથી નાગની અંદર, ને વાઘેલો પાસેથી ખંભાળીઆ પરગણું જીતી લઈ ઇ. સ. ૧૫૪૦માં નવાનગર વસાવ્યું. તાબે કરેલ જમીનનું નામ જેના વંશમાં પોતે થયો તે ગજણના દીકરા હાલો પરથી હાલાવાડ-હાલાર પાડ્યું. (કાઠિયાવાડ સર્વે સંગ્રહ પૃ. ૪૫૩, કચ્છ દેશનો ઇતિહાસ પૃ. ૩૭) પછી તેનો પુત્ર જામ વિભોજી ગાદીપર ઈ. સ. ૧૫૬૨માં બેઠો ને ૧૫૬૯માં મરણ પામ્યો. તેનો પુત્ર શત્રુશલ્ય-સતરસાલ–સતો નમસતાજી પોતાના પિતાની પાટે બેઠો. સન ૧૫૭૩માં અકબરે ગુજરાત સર કર્યું. તેના સુલતાન મુઝરે ભાગી સતાજીની સહાય માગી. અકબરના સૂબા અજીઝ કોકાએ ચડાઈ કરી—સં. ૧૫૯૧–૨માં ધ્રોળ પાસે ભૂચર મોરીમાં યુદ્ધ થયું. (આ યુદ્ધ માટે જુઓ ‘ સાહિત્ય ’ ૧૯૩૩ ફેબ્રુ. અંક પૃ. ૯૪ ) સતાજીને ભાગવું પડ્યું; સૌરાષ્ટ્ર અકબરના તાબામાં આવ્યું. પછીના વર્ષે આખરે સુલેહ થઈ. જામસતોજી સને ૧૬૦૮માં (સં. ૧૬૬૫માં) મરણ પામ્યો. ઉક્ત અઝ કોકા–આજમખાન સાથે જામ સતાની લડાઈ સંબંધી જીઓ ઋષભદાસ કૃત હીરવિજયસૂરિ રાસ. પૃ. ૧૭૪. આ શત્રુશલ્યના રાજકવિ શ્રીકંઠે મુખ્યપણે નાટ્ય, સંગીત ચર્ચતો ગ્રંથ નામે રસકૌમુદી (ભાં. ઇ. નં. ૩૦૩ સને ૧૮૮૧-૮૧) રચ્યો છે. તેમાં તે રાજાએ દ્વારકાને કરથી મુક્ત કરી હતી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. (જુઓ અનલ્સ ભાં. ઇ. વાઁ. ૧૨ પૃ. ૨૦૨)
ग्रन्थका
રવિ
परिचय
पडघरीनुं जिनमन्दिर
॥ ૪૨ ॥