SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમીઓ-જૈન સાધુઓનું પૂજા-વંદન નિવાર્યું હતું તે પ્રવર્તાવ્યું હતું, મહા યવન-ઈસ્લામધર્મ સુરત અંદરના અધિપતિ-સૂબા કે ફોજદારથી વિધાર્થ માટે જેમનાં અંગોને બાંધવામાં આવ્યાં હતાં,' (તેને છોડવવા રૂપી) ધર્મકૃત્યમાં બલવત્તર હતા. રત્નચંદ્ર પોતાના દીક્ષાના અને વિદ્યાના ગુરુ શાંતિચંદ્ર ઉ૦ ની ઓળખ આપતાં તેને જંબૂઢીપપ્રજ્ઞપ્તિ વૃત્તિના રચનાર તરીકે કહી તે વૃત્તિપરજ ખાસ ભાર મૂકયો છે તેથી તે કૃતિ સંબંધી કંઈક જોઈશું. સુભાગ્યે તેને બે ભાગોમાં શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફડે જાગ્રંથાંક પર અને પ૪માં બહાર પાડી છે. આ વૃત્તિની પહેલાં જંબદ્વીપપ્રજ્ઞપ્તિ પર સં. ૧૬૩૯માં શ્રી હીરવિજયસરિના નામે રચાયેલી વૃત્તિ હિતી, છતાં આ બીજી વૃત્તિ વિનયમાનજીના જમપુર શહીવિકા ( જુઓ તેનું બીજું પત્ર) રચાઈ, એટલે પ્રશ્ન જાઉદભવે છે કે શ્રી હીરવિજયસરિએ શામાટે આ બીજી વૃત્તિ રચવાનો નિર્દેશ કર્યો હશે ? આના ઉત્તરમાં મને જે સૂઝે છે તે નમ્રભાવે જણાવું છું. સં. ૧૬૩૯ની પ્રથમની વૃત્તિ હજી સુધી પ્રકટ થઈ નથી. (આની એક પ્રત રૉયલ એશિયાટિક સોસાયટી મુંબઈમાં છે. ભાઉ દાજી સંગ્રહ નિં. ૩૦૯માં ૪૫૫ પત્રસંખ્યાની છે તેની પ્રશસ્તિ પ્રો. વેલણકરે તે સંસ્થાના હસ્તગ્રંથસંગ્રહના કરેલા અને મુદ્રિત થયેલા સૂચીપત્રના નં. શા૧૪૫૯માં આપવામાં આવી છે; બીજી પ્રત ૪૫ર પત્રની મુંબઈ સરકારના હસ્તગ્રંથ સંગ્રહ કે જે હાલ પૂનાના ભા રી ઇન્સ્ટિટયુટના IP હસ્તક છે તેમાં ન. ૩૮૨ સને ૧૮૭૯૮ની છે કે જેની પ્રશસ્તિ તે સંગ્રહના પ્રો. કાપડીઆએ કરેલા ને મુદ્રિત થયેલા સૂચીપત્ર ભાગ IR ૧માં પૃ. ૨૨૦માં પણ છપાયેલી છે.) તેમાં એમ જણાવ્યું છે કે તે હીરવિજયસૂરિએ સં. ૧૬૩૯ દિવાળીને દિને રચી અને તેમાં કલ્પ-કો કિરણુવલી પ્રમુખ બહુ શાસ્ત્રના રચનાર સિદ્ધાંતતર્કકાવ્યાદિ વાત્મયરૂપી સમુદ્રમાં મેસસ્પ, અને પરવાદીના ગર્વરૂપી પર્વતને છેદનાર એવા | ૧ સૂરતમાં થયેલી સાગર-વિજયની ચર્ચાને અંગે લખાયેલો પત્ર (વિજયતિલકસૂરિ-રાસ, પ્રસ્તાવના પૃ. ૩૮માં) પ્રકટ થયો છે તેમાં જે જણાવેલું છે સાત ચાલુ ભાષામાં મછીએઃ “અને જેણે અધર્મ કીધો હતો તેને શીખ લાગે તે માટે) નવાબે ઉદયસિંઘ કીકાને ખાસ મરાવી બંદીખાને વાલી સવા મણનીe} એક દંડી પહેરાવી ઘણા માનભ્રષ્ટ તેહને કીધા, સઘળે ગામે ઘણું ફજેત થયા.’ આમાં બતાવેલા ઉદયસિંઘ કીકાને બેડી નાંખેલ હતી તેના સંબંધી આ શાંતિચંદ્રો માટેનો ઉલ્લેખ લાગે છે.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy