________________
ચાંપાનેર-પાવાગઢમાં જયસિંહ નામનો રાજા હતો. તે ગઢપર ઉક્ત અહમદશાહે સન ૧૪૧૮ (સં. ૧૪૭૪)માં ચડાઈ કરી, પણ તે તેને લઈ ન શક્યો, એટલે તેણે આસપાસનો પ્રદેશ ખેદાનમેદાન કર્યો. સન ૧૪૮૨થી ૮૪ (સં. ૧૫૩૮થી ૪૦) એ બે વર્ષ સુધી તે ગઢને જીતવા મહમદ બેગડાએ ગાળ્યાં અને આખરે લીધો ને ત્યાં મુસ્લિમ રાજ્ય સ્થાપ્યું.
સૌરાષ્ટ્રમાં જોઈએ તો સં. ૧૪૫૪માં ઉક્ત ઝફરખાને કાંઠા પરના સ્થાનિક ઠાકોરોનો પરાભવ કરી સોમનાથના મંદિરનો ત્રીજી વખત નાશ કર્યોએક સોરઠમાં અને બીજે માંગરોળમાં એમ બે મુસલમાન હાકેમ નીમ્યા. સોરઠનું થાણું સોમનાથ પાટણમાં રાખેલું હતું. સં. ૧૪૭૦માં ઉક્ત અહમદશાહે જૂનાગઢના ચુડાસમા રા મલકને વણથલી પાસે હરાવ્યો, જૂનાગઢ પાસેથી ખંડણી લીધી; ઝાલા રજપૂતો અને ગોહિલોને Jપણ પોતાના ખંડીયા કર્યા. રા મેલક પછી જયસિંહ (લેખ સં. ૧૪૭૩)ને મહિપાલ (લેખ સં. ૧૪૮૮, સં. ૧૪૯૫) પછી રા મંડલિક સં. ૧૫૦૭માં જૂનાગઢની ગાદીએ આવ્યો.
૪ આવી પરિસ્થિતિમાં જેનોની પ્રવૃત્તિ–જૈન આચાર્યો–સાધુઓએ તેમ જ શ્રાવક ધનપતિઓએ રાજ્યકર્તાઓની સાથે મુખ્યત્વે કરી સર્વદા અને સર્વથા મીઠો સંબંધ રાખી ઘણી દક્ષતાથી કાર્ય લીધું છે એટલે તેમની પ્રસન્નતા સાચવી પોતાનાં ધર્મકૃત્યો માટે તેમની સિહાય, સહાનુભૂતિ અને સંમતિ મેળવીને કાર્ય લીધું છે. આ વાતની ખાત્રી માટે ઉપર જણાવેલા સુલતાન અને રાજાઓના સમયમાં જૈનોએ
જે જે કાર્ય કરેલાં છે તે જોઇશું. | ગુજરાતના ઝફરખાન અને અહમદશાહ બન્ને કદર મુસ્લિમ હોઈ મૂર્તિભંજક હતા. આ ઝફરખાનને હિંદુઓએ શિલાલેખો અને તત્કાલીન ગ્રંથોમાં ફરખાન તરીકે ઓળખાવ્યો છે; તેણે, એમ કહેવાય છે કે આપણું ચરિત્રનાયક મુનિસુંદરને ખંભાતમાં “વાદિગોકુલસંડ| ‘વાદિગોકુલ સંકટ’ એ બિરૂદ આપ્યું હતું.' આ દફરખાન-ઝફરખાં–જફરખાંએ જ હિંદુઓના તીર્થધામ-સોમનાથના શિવમંદિરનો ત્રીજી વખત)
- ૧ (૧) ધર્મસાગર ઉ૦ની સં. ૧૬૪૭ લગભગની પટ્ટાવલી કહે છે કે “ર્તમતા રહ્યાન “વાવિનોનુસા' તિ મળતઃ ”—એટલે ખંભાતમાં દફરખાને આ “વાદિઓના ગોકુલમાં સાંઢ છે એમ કહ્યું હતું. (૨) સં. ૧૬૭૨ ને સં. ૧૬૮૫ વચ્ચે રચાયેલા દેવવિમલ ગણિના સટીક હીરસૌભાગ્ય