________________
શાંતિચંદ્ર અકબરના ગુણગ્રામ કરનારૂં “પારકોશ' નામનું સંસ્કૃત કાવ્ય રચી તેને હમેશાં સંભળાવી તે બાદશાહના પર ભારે અસર કરી હતી અને તે એટલે સુધી કે જીવદયાનાં, જયા આદિ કર કાઢી નાંખવાનાં તે બાદશાહે જે જે સત્કાર્યો કર્યા તે એમને આભારી છે એમ તે કાવ્યના મૂકેલા છેલ્લા બે શ્લોક ૧૨૬ ને ૧૨૭ થી પોતે જણાવ્યું છે. તેમને હીરવિજયસૂરિ અકબરની પાસે રાખી ગયા હતા; પછી શાંતિચંદ્ર ઉપાધ્યાય અકબરની રજા લઈ ગયા ને તેના દરબારમાં ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર એ બે ગુરુશિષ્ય રહ્યા. સં. ૧૬૪૮માં શાંતિ અમદાવાદ આવી ત્યાંનો સંઘ એકઠો કરી તેમણે ધર્મસાગરજી પાસે બેસવાવાળા ભદુઆ વગેરે બાવન શ્રાવકોને સંઘ બહાર મૂક્યા, અને | સાગરજી પાસેથી મિચ્છામિ દુક્કડ લીધા. (વિજયતિલકસૂરિ-રાસ પ્રસ્તાવના પૃ. ૧૫-૧૬). આ શાંતિચંદ્ર ઉપાધ્યાય સં. ૧૬૬૦ પહેલાં સ્વર્ગસ્થ થયા. (જુઓ પછી)
ઉપર જણાવ્યું છે કે રતચંદ્ર પોતાના ગ્રંથો પોતાને હાથે જ લખતા; અન્ય ગ્રંથ પણ તેમણે સ્વહસ્તે લખેલા જોવામાં આવે છે. Iબીજાઓ પાસે લખાવેલી પ્રતોમાં અશુદ્ધિઓ, કૂટક પાઠ અને ભૂલો ઘણા પ્રમાણમાં રહે છે, તેથી વિદ્વાનો પોતાના હસ્તથી લખવાનું , | ખાસ રાખે છે કે જેથી તેવી દશા ગ્રંથની ન થાય. જંબદ્વીપપ્રાપ્તિ કે જેની પર તેમના ગુરુ શાંતિચંદ્ર ઉપાધ્યાયે વૃત્તિ રચી તેના મૂળની "પ્રતિ સ. ૧૬૩૪ ભાદ્રપદ શુકલ બીજ બુધે અને બે પ્રતો સં. ૧૬૪૫ કૃષ્ણ બીજે રચંદ્ર પોતાની દેખરેખ નીચે લખાવી હતી,
इंडरपुराधिप महाराव श्रीनारायणसभासमक्ष वादिभूषणक्षपणकनिराकरिष्णूना, वागडदेशे घाटशिलनगरे योधपुरपति राय मालदेवभ्रातृव्यसहस्र-। मलराज्ञः पुरः पत्रालंबनपुरःसरं क्षपणकभट्टारकगुणचन्द्रजयिनां, इत्थं प्रकारकप्रवचनप्रभावनासमुत्सर्पणविधिवेधसां, महोपाध्याय श्री ५ श्रीशान्तिचन्द्रगणिपादान चरणाम्बुजशृंगायमाणगणिलालचन्द्रेणालेखि । मुनि लाभचन्द्रपठनार्थ ॥
વળી શાંતિચંદ્ર ઉપાધ્યાયના ત્રીજા શિષ્ય નામે અમરચંદ્ર પોતાના સં. ૧૯૭૮માં રચેલા “કલધ્વજ રાસ'ની પ્રશસ્તિમાં જણાવે છે કે – તાસ સીસ વાચકવરૂ, શાંતિચંદ્ર ગુરુ સીહ ૨, સુરગુની પરિ જિણિ વિઘાઈ, રાખી જગમાં લીહ રે; રાય નારાયણ રાજસભાઈ, ઈડર નયર મઝારિ રે, વાદિષણ દિગપટ જીતી, પામ્યો જયજયકાર રે. (જે. ગુ. ક. ૧ પૃ. ૫૦૭).