________________
આ પરથી સ્પષ્ટ છે કે ધનવિજય પણ મૂળે હીરવિજય સૂરિના દીક્ષિત શિષ્ય હતા અને તે સૂરિના વિશ્વાસપાત્ર હોઈ પ્રધાનપદ ભોગવતા હતા, ને તેમની પાસેથી પચાસ-પંડિતપદ મેળવનાર હતા. - આ ધનવિજય પ્રારે અકબર બાદશાહનાં ફરમાન મેળવીને મેડતામાં સ્વગુરૂ હીરવિજય સૂરિનો અને પોતાનો મહિમા બતાવ્યો–ત્યાં જૈન મંદિરો પર ઑછો કર લેતા તેમાંથી તેને મુક્ત કરાવ્યાં અને ત્યાં જૈનોને વાજે વગાડવાનો નિષેધ હતો તે વગાડવાનું કરાવ્યું. તેમના મુખ્ય શિષ્ય ગુણવિજયના શિષ્ય રામવિજયના પુણ્યાર્થે વિશેષાવથકવૃત્તિની ૨૮૩૫૫ ગ્રંથાગની ૪૯૩ પત્રની (ગો. ના. સંગ્રહની) પ્રતને જ્ઞાનકોશમાં મૂકી હતી તે તેની પ્રશસ્તિ પરથી જણાય છે.'] . તેવી રીતે અકબર બાદશાહ પાસેથી હસ્તલેખિત ફરમાન લાવીને ધનવિજયે સૂરત આદિ નગરમાં મોગલાશ્રિત જિનમંદિર અને
હીર સોમ શ્રી ધનવિજે, ભાણુવિજય ચોથો તે ભજે; છાનો સમય રહ્યો નરબી, ત્રણ્ય પુરૂષ ચાલ્યા જિમસીહ. (હીર. રાસ પૃ. ૧૭૪) ઉત્તર નરતો આપતો, કરતો હીર સબાએ; જગડુશાહ મુંકાવિઓ, બૂઝભ્યો ઘણું નાબ.
(હીર. રાસ પૃ. ૧૭૫) – આ ઉતારા ભરૂચની સં. ૧૮૨૫ ની હીર. રાસની હસ્તપ્રત સાથે સરખાવી લીધા છે. १ श्री हीरविजयसूरीश्वरचरणांभोज गराजनिभः । यो धनविजयः प्राज्ञोऽभूद् भुवि विख्यातवरकीर्तिः ॥१॥
साहिअकबरपा दानीय सत् स्फुरन्मानान् । यो मेडताख्यनगरं प्रभावयामास पुण्यायः ॥२॥ श्री हरिगुरुमहिम्नः खप्रभया यया मित्रसमदीप्तिः । तत्र च जनविहारान् म्लेच्छकरान्मोचयामास ॥३॥
जैनाले प्रतिषिद्धान्यपि दस्युभिरेव मेडतानगरे। यः पंचशब्द-भूषित-वादित्राणि प्रवादयामास ॥४॥ - तच्छिशु गुणविजयाहस्सुधीस्सुधीमंडलीषु यो मुख्यः । चित्कोशेऽमुंचदिमां तच्छिशु रामः प्रति पुण्यां ॥५॥