SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अघ्या. વિ. रख० वृत्ति. ॥ ૨૧ ॥ XXX હતા તે પૈકી તે એક હતા. અકબર શાહ પાસે ડાબર તળાવમાં મત્સ્યવધ બંધ કરાવવામાં તે સૂરિને આ ધનવિજયનો સાથ હતો. હીર સૂરિ ખંભાતમાં ચોમાસું હતા ત્યારે ત્યાંના હુખીમલા નામના ખોજાએ તે સૂરિને ગામ બહાર કાઢ્યા હતા, એટલે ધનવિજય અકબર શાહ પાસે જઈ શાંતિચંદ્ર ઉપાધ્યાય દ્વારા તે ખોજાને સખત નસીયત કરતું ફરમાન મેળવી ખંભાત આવ્યા ત્યાં તેને પંક્તિપદ આપવામાં આવ્યું. સં. ૧૬૪૭. સં. ૧૬૪૮ માં હીર સૂરિ અમદાવાદ આવ્યા ત્યારે ત્યાંના સૂબા આજમખાને તેમને ઘણું માન આપ્યું, તે વખતે ધનવિજય આજમખાનને મળ્યા હતા ને શત્રુંજય ને ગિરનારની માગણી કરી હતી; તેણે સોરઠ જઈ આવ્યા પછી હું કરીશ એમ કહ્યું. પછી સતા જામ સાથે લડાઈ કરી નવાનગર લૂંટી ને છતી, જૂનાગઢ જીતી આજમખાન અમદાવાદ આવી તુરત જ હીર સૂરિને પણ સાથે આવી મળવા જણાવ્યું એટલે હીર સૂરિ, સોવિય ને ધનવિજય તે ખાનના મહેલમાં જઈ મળ્યા-ધર્મ-વાર્તાલાપ પછી કંઈ માગવાનું કહેતાં પોતાના શ્રાવક જગડુશાહને કેદ કર્યો હતો તેને છોડવાની માગણી કરી; અને તેણે તે સ્વીકારી તે શાહને છોડી મૂક્યો. ૧ લાભવિજય ગણિ ને મુનિવિજે, ધનવિજય ચેલો અતિ ભજે; પુણ્યવિજય ને જસવિજય જોઈ, અનેક સાધ વલી પુંઠ જોઈ. (હીર. રાસ રૃ. ૧૦૮) ૨ તેણી રાતિ મુનિ ધવિજય, લીધા છડીદાર ત્યાંહિ; ડામર તલાવ આવી કરી, જાલ મના કીયા માંહિ. ૩ ધનવિજય ધીરજનો ધોરી, અકબર પાસે જાય; શાંતિચંદ મુનિને તે મળીઓ, ભાખી સકલ કથાય. અરજ કરી અકબર શાહિનં, સુણતાં સમલો ખીજે; કુટ્ટણ પઈજારો મારી, આંધી અમ આણીને. x x x કરી ફરમાન આપ્યું મુનિવરનિં, ધનવિજય લેઈ આવે; શ્રાવક જન હરખ્યા નર સદ્દે, જાણ ખોજાને ચાવે. ૪ ધનવિજય પંડિત પદવી હોય, ફરમાન તણો તે મહિમા જોય; સંવત સોલ અડતાલો યદા, આજમખાન જાયે સોરઠ તદા. ધનવિજય મલિયો તવ જઈ, કરે હીર દુઆ તુમ્હેં સહી, x x x ધનવિજય બોલ્યો તેણીવાર, માગ્યો શેત્રુંજ ને ગિરનાર. ××× (હીર. રાસ રૃ. ૧૭૦ અને ૧૭૩) આઓ અહીં. ૫ હુઁ અવસર નર જમખાંન, આવ્યો વેગેં પુરૂષનિધાન; મુલાઓ હીરકું અઈઠેઈ કહીં, તીન યતીસ્યું (હીર. રાસ રૃ. ૧૨૮) (હીર. રાસ પૃ. ૧૬૭) oxaxaxoxoxo ग्रन्थकारादि परिचय टीकाकार धनविजय ॥ ૨॥
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy