________________
XXXXXX
હિન્દુ રજપૂતમાંથી વટલી મુસ્લિમ થનાર પિતાના આ પુત્ર ઝરખાનને ગૂજરાતના માલેક જેવી પદવી મળી એટલે શી બાકી રહે ? વટલેલમાં કટ્ટરતા, ઝનૂનીપણું, ઉગ્રતા વિશેષ હોય છે ને તે વંશપરંપરા વિશેષ ને વિશેષ પ્રમાણમાં દેખા દે છે.
ઝફરખાન નાગોર પાસેથી પસાર થતાં તેની પાસે ખંભાતના લોકોના પ્રતિનિધિમંડળે મળી રાસ્તિખાનના જાલમોની ફર્યાદ કરી—તેને દિલાસો આપી પોતે પાટણ આવી ત્યાંથી રાસ્તિખાન સામે ચડી તેને હરાવ્યો ને મારી નાંખ્યો. પછી ખંભાત જઈ ત્યાંના લોકોની ફર્યાદો દૂર કરી શાંતિ સ્થાપી.
ત્રીજે વર્ષ—સને ૧૩૯૩—સં. ૧૪૪૯માં ઈડરના રાવ પાસેથી, અને પછીના વર્ષે જુનાગઢપાસેથી ખંડણી લીધી. સોમનાથ જઇને તે હિન્દુઓનું મંદિર તોડયું, ને ત્યાં જીમામસીદ બાંધી, તથા થાણું થાપ્યું. માંડુપુર જતાં તે ગઢ ન છતાયો. અજમેર મુસ્લિમ-યાત્રા કરી સાંભર, દંડવાણાના રાજા સામે જઈ પછી દેલવાડા અને ઝાલાવાડના રજપૂતો પર હલ્લો કરી તેમને હરાવી પાટણ સને ૧૩૯૬——સં. ૧૪પર—માં તે આવ્યો. ઈડરનો ગઢ જીતવા જતાં ત્યાંના રાજા રાવ રમીઁ સાથે લડાઈ સને ૧૩૯૭—સ. ૧૪૫૪—માં થઈ, ને દિલ્હીમાં તૈમૂરની ફત્તેહની ખબર સંભળાઈ, પૂરી ફાવટ આવી નહિ; એટલે રણમલ સાથે સંધિ કરી તેને પાટણ પાછા ફરવું પડ્યું. પછીના વર્ષમાં સોમનાથના લોકો સ્વતંત્ર થવા માગે છે એમ ખબર મળતાં લરકર લઈ જઈ તેમને હરાવી ઇસ્લામ ધર્મને દૃઢ પાયા પર મૂકયો. પાંચમે વર્ષે પોતાના પુત્રને સુલતાન મનાવ્યો ને તેણે કર્ણાવતી—આસાવલને રાજધાની કરી, પણ તે ટુંક વખતમાં મરણ પામતાં ઝફરખાને પોતે સુલતાન બની મુઝફ્રશાહ નામ રાખ્યું સને ૧૪૦૭ (સં. ૧૪૬૩); પછી સને ૧૪૧૦-૧૧ (સં. ૧૪૬૬–૭)માં કહેવાય છે કે તેના પૌત્ર અહમદશાહે આપેલ ઝેરથી તે અકાલે મરણુ પામ્યો. તે અહમદશાહે ગાદીએ બેસી સન ૧૪૧૨માં (સં. ૧૪૬૮ વૈશાખ વદિ ૭ રવિને દિને) આસાવલનું નામ બદલી અહમદાબાદ (હાલનું અમદાવાદ) રાખ્યું અને પછી એને વધારવા તથા મજબૂત કરવા માંડયું, પહેલાં ખંડો જાગ્યાં, પણ તે બધાંને દાબી દઈ જે જે તેની સામે થયા તેને જેર કરી તેણે પોતાની સત્તા ખૂબ જમાવી. તે મહાદૂર લડવૈયો હતો. ઈડર, ચાંપાનેર, સંખેડા, માંડું, મોડાસા, ઝુનાગઢ