SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ થી શક્યા धनवि. પત વૃત્તિ. | ૨ | અલ્લાઉદ્દીન સંબંધી કંઈક વિશેષ વર્ણન માટે જુઓ નાભિનંદનોદ્ધારપ્રબંધ પ્રસ્તાવ ૩ શ્લોક ૧ થી ૯. તેણે ગૂજરાતનું આધિપત્ય | ग्रन्थकाઅલપખાન નામના સૂબાને સેપ્યું હતું. તે સૂબાએ ઓસવાલ શ્રાવક સમરસિંહને શત્રુંજય તીર્થ કે જેના મૂલનાયક શ્રી આદિનાથની મૂર્તિનો e| रादिભંગ પ્લેચ્છોનાં સૈન્યોએ કર્યો હતો તેનો ઉદ્ધાર કરવાનું આજ્ઞાપત્ર-ફરમાન આપ્યું હતું. જુઓ તે જ ગ્રંથનો ત્રીજો પ્રસ્તાવ. परिचय [તે શત્રુંજય તીર્થનો ઉદ્ધાર તેણે કર્યો અને મુખ્ય મંદિરમાં મૂલનાયક આદિનાથની નવી મૂર્તિ સં. ૧૩૭૧ ના માઘ શુકલ ચૌદશ સોમવારે ઉકેશગછના સિદ્ધસેનસૂરિના હસ્તે પ્રતિષ્ઠિત કરાવી પધરાવી. સં. ૧૩૬૮ માં અલાઉદ્દીનના સને જાલોર ઉપર ચડાઈ કરી જીત મેળવી પાછા | धार्मिक| ફરતી વખતે આબ તીર્થપરનાં વિમલવસહી અને લણશવસહી નામનાં બન્ને અનુપમ ભવ્ય જૈન મંદિરોની મૂર્તિઓનો ભંગ કર્યો-તે બન્ને राजकीयમંદિરના ભાગેલા ભાગોનો ઉદ્ધાર કરાવી તેમાં મંડોરનો વિજડ આદિએ અને પેથડે અનુક્રમે સં. ૧૩૭૮માં નવાં બિબોની પ્રતિષ્ઠા કરાવી.] સ્થિતિઆ રીતે દિલ્હીના સુલતાનો વખતોવખત પોતાના તરફથી સૂબાઓ નીમી ગૂજરાતનો વહીવટ કરતા હતા. તેમ એકસો વર્ષ સુધી ચાલ્યું. આ આવા સૂબાઓ–હાકેમોજ રાજ્યના ખરા ધણી હતા. છેલો સો ઝકરખાન (બીજો) હતો. તેના બાપ વિષે એમ કહેવાય છે કે તે ટાંક જાતનો રજપૂત હતો—તેનું નામ સાહારણ હતું ને તેના ભાઈનું નામ સાધુ હતું. ફિરોઝ તઘલખ દિલ્હીની ગાદીએ બેઠો તે પહેલાં એક વખત પજાબમાં શિકાર કરવા જતાં ભૂલો પડીને ટાંક રજપૂતોના થાનેસર પાસેના એક ગામમાં જઈ ચડ્યો. ત્યાં ઉક્ત બંને ભાઇઓએ , તેનો ઘણું આદરસત્કાર કર્યો, ને પછી તે મહેમાનની ખરી પિછાન થતાં પોતાની બહેનને તેની સાથે પરણાવી અને મહેમાનનો પૂરો લાભ લેવાનું ચાલુ રાખ્યું. ફિરોઝ તઘલખે સમજાવી બન્નેને ઇસ્લામી કરી વજિર-ઉલ-મક અને શમશીરખાનનાં પદ-નામ આપ્યાં. તે ગાદીપર આવ્યો ત્યારે તો બંનેની સત્તા વધારી દીધી—શમશીરખાન અને વરિ-ઉલ-મકના દીકરા ઝફરખાનને પોતાના જામ-પ્યાલા ધરનારા કરી | | ૨ | | અમીર બનાવ્યા. પછી સને ૧૩૯૧—વિ. સં. ૧૪૪૭માં ઝફરખાનને ગજરાતનો સૂબો બનાવી અગાઉના આપઅખત્યાર થયેલા શાસ્તિખાન નામના સૂબાને પાછો મોકલવા, ને તે ન માને તો તેને હાંકી કાઢવા ગેજરાત કે જ્યાં બહુ બખેડ જાગ્યા હતા ત્યાં શાંતિ સ્થાપવા મોકલ્યો.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy