SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ આખા ઉત્તર હિન્દુસ્થાનમાં ચાલતી દશભાષામાં રામસીતાનાં નામનો મહિમા જણાવે છે તથા વર્ણભેદ સર્વથા તજી દે છેઃ મુખ્ય શિષ્યોમાં બાર પુરુષ–વિવિધ વર્ણના અને એક સ્ત્રી છે. એમાં કબીર (વણકર), પીપો (રજપૂત), સેનો (હજામ), ધનો (જાટ), રાઈદાસ (ચમાર) Iિઅને પદ્માવતીનાં નામ વિશેષ પ્રસિદ્ધ છે. કબીરજી-કબીરસાહેબને જ્ઞાન અને જ્ઞાનથી પ્રકાશિત થએલી ભક્તિ સિવાય-કાંઈ જ ગમતું નથી. આ હિન્દુઓમાં તેમ જ મુસલમાનોમાં ધર્મને નામે ચાલતી ક્રિયાઓને અને દુકાનદારીઓને એ સખ્ત શબ્દમાં નિર્દો છે; મૂર્તિપૂજા અને વ્રત જપ તપ વગેરે કર્મકાંડની પ્રક્રિયાઓનું તથા કાજી અને આચાર્યોના મિથ્યાજ્ઞાનનું ખંડન કરે છે, અને “રામ” અને “રહીમ’–હિન્દુ અને જ મુસલમાન બન્નેનો ઈશ્વર એક જ છે એમ પ્રતિપાદન કરે છે; એમના વિશાળ ઉપદેશને લીધે, હિન્દુ અને મુસલમાન બન્ને કબીરજીને જ પોતાના તરીકે માને છે. (આચાર્યશ્રી આનંદશંકરનો ‘હિન્દુ વેદ ધર્મ નામનો શિક્ષકોપયોગી ગ્રંથ) | ૩ રાજકીય સ્થિતિ–જિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પ' (સિંઘી જૈન ગ્રંથમાલા)ના પૃ. ૩૦ માં જણાવે છે કે વિક્રમ સંવત્ ૧૩૫૬માં અલ્લાઉદ્દીન સુલતાનનો કનિષ્ઠ ભ્રાતા નામે ઉ@ખાને દિલીમાંથી (પાટણના) મંત્રી માધવથી પ્રેરાઈને ગૂર્જરધરામાં પ્રવેશ કર્યો. ચિતોડના રાણુIST સમરસિહે દંડ દઈ મેવાડશને બચાવ્યો. પછી તે હમીરનો યુવરાજ વાગડ દેશને મુહડાસય (મોડાસા) આદિ નગરોને ભાંગીને આસાવલમાં છે? *આવ્યો. ગુજરાતનો રાજા કર્ણદેવ નાઠો. સોમનાથને (તેમની મૂર્તિને) ઘણુના ઘાથી ભાંગીને ગર્દભ પર રાખીને દિલમાં દાખલ કર્યા. વળી વણથલીએ જઈ મંડલિક રાણુને દંડીને સોરઠમાં નિજ આણ પ્રવર્તાવી આસાવલમાં પડાવ નાંખ્યો. મઠ મંદિર દેવાલય આદિ બાળતા હતા.' જાઆ રીતે મુસલમાનોની ગુજરાતમાં આણ પ્રવત્ત. રાજપૂતોનું-હિન્દુઓનું રાજ્ય ગયું. પ્રાચીન ગુજરાતનું છેષ્ઠ પ્રકરણું પૂરું થયું. १ अह तेरसयछप्पने विकमवरिसे (१३५६) अल्लावदीणसुरताणस्स कणिट्ठो भाया उलूखान नामधिजो दिल्लीपुराओ मंति माहवपेरिओ। गुजरधरं पठुिओ। चित्तकृडाहिवइ समरसीहेण दंडं दाउं मेवाडदेसो तया रक्खिओ । तओ हम्मीरजुवराओ वग्गडदेस मुहडासयाइ नयराणि य भंजिअ आसावल्लीए पत्तो। कण्णदेवराया अ नछो । सोमनाहं घणघाएण गड्डए रोविऊण दिल्लीए पेसेइ । पुणो वामणथलीए गंतुं मंडलिक्कराणयं |दंडित्ता सोरठे निअ आणं पयशावित्ता आसावल्लीए आवासिओ। मठमंदिरदेउलाईणि पज्जालेइ। -जिनप्रभसूरिकृत विविधतीर्थकल्पे पृ.३०
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy