________________
બાળપણમાં પોતાનું નામ સાર્થક કર્યું. પ્રતિક્ષ્મણ સૂત્રવૃત્તિ, વીતરાગસ્તવ, શ્રાદ્ધવિધિ પ્રમુખ ગ્રંથ રચ્યા, અનેકને મુનિ-દીક્ષા, વાચક પદ, છે. પંડિતપદનું પ્રદાન કર્યું અને જયચંદ્ર સૂરિના પટ્ટે તપગચછનાથ થયા. તેમની કૃતિઓ માટે જુઓ મારો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'Iછી જાપારા ૬૪૯, તેમના પ્રતિષ્ઠા-લેખો સં. ૧૫૨ થી સં. ૧૫૧૭ ચૈત્ર શુ.૧૩ સુધીના મળે છે. તેમાં જોતાં સં. ૧૫૦૭ થી ગણેશ તરીકે તેમ જ છીતપાગર છેશ સોમસુંદર સૂરિ શ્રી મુનિસુંદર સૂરિ શ્રી જયચંદ્ર સૂરિ શિષ્ય શ્રી રતશેખર સૂરિભિઃ' એમ પણું તેમની ઓળખાણું આપેલી
છે, અને છેલ્લા સં ૧૫૧૭ના લેખમાં મુનિસુંદર સૂરિના પટ્ટધર તરીકે જણાવ્યા છે, જ્યારે ધ. ૫. માં સ્વર્ગવાસ-મિતિ સં. ૧૫૧૭ પોષ વદિ ૬, આપી છે, ત્યારે પ્રતિષ્ઠા-લેખ સં. ૧૫૧૭ ચૈત્ર શુ. ૧૩ નો મળે છે, તો તે વિચારવા જેવું છે. ચિત્રાદિ હિંદી કે ગૂજરાતી વર્ષ ગણુનાને લીધે |
આમ હોય. પોતાની સં. ૧૪૯૬ ની શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિની અને પોતાના સં. ૧૫૧૬ના આચારપ્રદીપ નામના ગ્રંથની અંતે સોમસુંદરSીસૂરિના પાંચ શિષ્ય-સૂરિઓમુનિસુંદર સૂરિ, જયચંદ્ર સૂરિ, ભુવનસુંદર સૂરિ, જિનસુંદર સૂરિ, જિનકીર્તિ સૂરિ ગણવી એ ગુરુઓના પ્રિતાપથી તે કૃતિ રચી એમ કહેવા ઉપરાંત દર્શાવ્યું છે કે ભુવનસુંદર સૂરિ કે જેની પાસે પોતાને ગુણરત્ર સૂરિએ વિધા માટે મોકલ્યા હતા , તે પોતાના વિદ્યાગુરૂ હતા, અને પોતાને સાધુરન્ન સૂરિએ બોધ આપી ઉત્તમ માર્ગે દોર્યા હતા.
૧૮ શિષ્યો–તેમના હસ્તદીક્ષિત શિષ્યોમાં પ્રસિદ્ધ શિષ્ય તરીકે (૧) લક્ષ્મીસાગર સૂરિ અને (૨) હેમહંસગણેિ સ્પષ્ટ ઉલ્લેખાયા છે.
(૧) લક્ષ્મસાગરને સં. ૧૪૭૦ માં છ વર્ષની વયે વડનગર પાસેના તેના ગામ ઉમાપુરમાં મુનિસુંદરજીએ મુનિદીક્ષા આપી હતી કે SI મુંડસ્થલમાં સ. ૧૫૯૧ માં વાચક પદવી આપી હતી. ઉક્ત વાચકપદવી પહેલાં સોમસુંદર સૂરિએ દેવગિરિવારની મહાદેવ નામના શ્રીમંત |ીવણિકે મેવાડના દેલવાડામાં સં. ૧૪૮૬ માં પંન્યાસ (પંડિત) પદ આપ્યું હતું, અને ઉક્ત વાચક પદ પછી સં. ૧૫૦૮ માં જાપ (જાઉ૨) માં |
ઉદયનન્દુિ સૂરિએ સૂરિપદ આપ્યું. રતશેખર સૂરિ સ્વર્ગસ્થ થતાં સં. ૧૫૧૭ માં ગચ્છનાયકપદ પ્રાપ્ત થયું. તેમના સ્વર્ગવાસનું ચોક્કસ વર્ષ Iઉપલબ્ધ નથી થયું. પ્રતિષ્ઠા-લેખો સં. ૧૫૫૦ સુધીના ઉપલબ્ધ છે. તેમના પટ્ટધર સુમતિસાધુ સૂરિ સં. ૧૫૫૧ માં સ્વર્ગસ્થ થયા એટલે
તે પહેલાં તેઓ સ્વર્ગસ્થ થયા હશે જ, તેમનું ચરિત્ર તેમના સમયમાં સં. ૧૫૪૧ માં સોમદેવ સૂરિના શિષ્ય પં. ચારિત્રહંસ ગણેિના