________________
ભાં. રીપોર્ટ ૧૮૮૩-૮૪) તેમાં બીજી અને ત્રીજી કથાને અંતે ‘તપાબૃહદ્ગચ્છાધિરાજ શ્રી દેવસુન્દર સૂરિ શ્રી જ્ઞાનસાગર સૂરિ શ્રી સોમસુન્દર સૂરિશિષ્યઃ શ્રી મુનિસુન્દર સૂરિભિઃ' એમ જણાવેલું છે પણ છેલ્લીઓથી કથામાં એમ દર્શાવ્યું છે કે ...શ્રી ધ્રુવસુન્દર સૂરિ—શ્રી જ્ઞાનસાગર સૂરિ શિષ્ય: શ્રી સોમસુન્દર સૂરિ પટ્ટપ્રતિષ્ટિતઃ શ્રી મુનિસુન્દર સૂરિભિ કૃતા'. આ પરથી સ્પષ્ટ જણાય છે કે મુનિસુન્દર સૂરિને સોમસુંદર સૂરિએ ગચ્છનાયક થયા પછી પોતાની પાટે પ્રતિષ્ઠાપિત કર્યા તે કારણે તેમને સોમસુન્દર સૂરિના શિષ્ય ગણવામાં આવે છે પણ તેઓના દીક્ષાગુરુ કે જ્ઞાનગુરુ સોમસુંદર સૂરિ નહોતા. આ વાત પૂર્વે સ્પષ્ટ કરી છે.
રચના-સ્થાન અને સંવત્–માસનો નિર્દેશ પહેલી કથાને અંતે ‘સં. ૧૪૮૪ વર્ષે આશ્વિનમાસે દેવકુલપાટકે', અને ત્રીજી કથાને અંતે · સં. ૧૪૮૪ વર્ષે માર્ગશીર્ષમાસે મેદપાટે દેવકુલપાટકે કૃતા' એમ બતાવ્યું છે તે પરથી નિશ્ચિત થાય છે કે સં. ૧૪૮૪ (હિંદી) વર્ષનું ચોમાસું મેવાડના દેલવાડામાં કર્તાએ કર્યું હતું, ને પછી માગશર માસ સુધી ત્યાં પોતે હતા.
દરેક કથા પદ્યમાં મુખ્યપણે શ્લોક છે. પ્રથમ કથામાં ૨૧૭, બીજીમાં ૪ર૬, ત્રીજીમાં ૧૩૭ અને ચોથીમાં ૫૫ શ્લોક છે. દરેક જયશ્રીથી અંકિત છે અને દરેકમાં છેવટના પ્રશસ્તિશ્લોકમાં રચ્યાસંવત્ ૧૪૮૪ આપ્યો છે અને છેવટની કથાને અંતે જણાવ્યું છે, આ ચારે કથાઓ શબ્દાનુશાસનમાં દક્ષ એવા લક્ષ્મીભદ્ર મુનિએ ગુરુભક્તિથી શોધી છે.
આ ચારે કથાનું ગ્રંથાત્ર ૧૪૫૦ છે અને તે પત્રાકારે ૪૧ પત્રમાં શ્રી જૈનઆત્માનન્દગ્રંથરત્નમાલા નં. ૭પ તરીકે ભાવનગરની જૈન ગણિ–પછી થયેલ સૂરિ કૃત સં. ૧૯૯૬ માં રચાયેલી શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ
૧ આ લક્ષ્મીભદ્ર મુનિ–પછી થયેલ ઉપાધ્યાયે, રન્નશેખર વંદારૂ-અર્થદીપિકા વૃત્તિને શોધી હતીઃ—
“चातुर्विद्योदधिभिर्दधिभिर्दधिशुद्धपरमपरभागं । साऽशोध्यत प्रयत्ना लक्ष्मीभद्राह्य विबुधेन्द्रैः ॥”
તેમણે સુનિસુંદરસૂરિવિજ્ઞપ્તિ સં. ૧૯૯૮ માં દેશભાષામાં રચીને લખી કે જે અગાઉ ઉલ્લેખેલ છે; તેમનો ઉલ્લેખ સોમસૌભાગ્ય કાવ્યમાં સર્ગ ૧૦ મ્યો. ૫૯ માં વિદ્યુત યોધાંશુમાન *ક્ષ્મીમાયુધ-વિદ્વાનોના હૃદયકમલને પ્રબોધવામાં સૂર્યરૂપ લક્ષ્મીભદ્ર પંડિત-એ રીતે કરેલ છે.