SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ (ત જીવવિજયે સં. ૧૭૯૦માં રચ્યો છે. પ્રચલિત . ભાષામાં ધનવિજય ગણિની ટીકાના આધારે ગૂ૦ વિવરણસહિત ઉક્ત શ્રી મોતીચંદ ગિ, કાપડીઆએ અનુવાદ કરેલો કે જેની બે આવૃત્તિ ભાવનગરની જૈનધર્મપ્રસારક સભાએ પ્રકટ કરેલ છે. આ પ્રસ્તુત ગ્રંથનો વિશેષ પરિચય હવે પછી છેવટે કરાવવામાં આવશે. (૫) ઉપદેશરનાકર-વિષમગાથા-વિવરણુસહિત–ઉપદેશથી ધર્મનું પ્રતિપાદન કરનારા સમુદ્રરૂપ આ ગ્રંથને “ઉપદેશ-રનાકર” એ નામ આપ્યું છે. આમાં ધર્મ અને તેના અધિકારી કોણ છે અને કોણ નથી તે વિસ્તારથી કહેલું છે. રત્નાકર એટલે સમુદ્ર, અને સમુદ્રમાં અનેક તરંગો-મોજાં ઉછળે, તેમ આ ગ્રંથના વિવિધ ભાગને તરંગો કપેલા છે, અને તેમાંથી અધિકારી અમૂલ્ય રતો મેળવી શકે છે. શ્રીમાન સાગરાનંદ સૂરિ આ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવે છે કે “આપણે નિકટતમ લવણું સમુદ્રનો આદ્ય ભાગ અસમ છે ને ૯૫૦૦૦ પ્રમાણુ છે, વચલો ભાગ દશ હજાર પ્રમાણે છે કે છેલ્લો પહેલા ભાગના પ્રમાણુ જેટલો છે એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે, આથી આ ગ્રંથમાં પણ જગતી તીર્વાવતાર રૂપ પ્રસ્તાવના તટ, આધાધિકાર અને મધ્યાધિકાર એમ ત્રણ ભાગ ગ્રંથકારે કર્યા છે પણ અમારું એમ અનુમાન છે કે પહેલા અને બીજા અધિકાર દરેકમાં ચાર અંશ હોવાથી, છેલો અધિકાર ચાર અંશવાળો હોવો જોઈએ, પણ અનેક ભંડારોમાં શોધ કરતાં આનો અપર તટવાળો ભાગ મળ્યો નથી તેથી નિરૂપાય છીએ; પણ તે જરૂર હોવો જોઈએ, કારણ કે છેવટે ગ્રંથકારે “અપસદં તરસુરામરાજ વિચિતે' એટલે “અપર તટ સુગમ હોવાથી તેનું વિવરણ કરવામાં આવતું નથી” એ શબ્દો પોતાના શ્રીમુખે કહ્યા છે તેથી તે અપર તટ રૂપી ત્રીજો અધિકાર મૂલ માથામાં હોવો જોઈએ, તેના પર પોતાની ટીકા નહિ જ હોય; પણ તે ભૂલ સૂત્ર ઉપલબ્ધ થયું નથી તેથી હવે પછી કોઈ તેને પ્રાપ્ત કરવામાં ભાગ્યશાલી થાય તો તેને બીજી આવૃત્તિમાં જરૂર છપાવીશું.” આ ગ્રંથમાં પ્રસ્તાવનારૂપે જગતી તીર્વાવતારમાં ર૯ સંસ્કૃત શ્લોક છે તેમાં શ્રી રાષભ, શાંતિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન, ભારતી, ૧ જીવવિજય-ત- વિજયસિંહ સૂરિ–ગજવિજય-ગુણવિજય ને હિતવિજય-જ્ઞાનવિજય શિષ્ય, જુઓ જૈન ગૂર્જર કવિઓ ૩, . ૧૬૪૩.
SR No.600059
Book TitleAdhyatma Kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMunisundarsuri, Ratnachandra Maharaj
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year
Total Pages324
LanguageSanskrit
ClassificationManuscript
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy