________________
| શ્રદ્ધા જરાક શિથિલ બની છે, છતાં યોગ્ય પ્રસંગે તેમની એ શ્રદ્ધા થડે વર્તે અંશે પણ પ્રકટ થયા વિના રહેતી નથી, એટલું જ નહિ પણ, ચમત્કાર-કથાઓમાં તેઓ સાહિત્યની દૃષ્ટિએ પણ રસપાન કરી શકે છે. આવા અદ્દભૂત ચમકારો આજે તો ભાગ્યે જ
રઈ શકાય છે. જે ચમકારો છે તે કેવળ વિજ્ઞાન-સિદ્ધિના છે અને તેને તો સહેલાઈથી સમજાવી શકાય છે, ને તેમાં દૈવી તત્ત્વના *અસ્તિત્વનું આપણને ભાન થતું નથી. આમ છતાંય ઘણાક શ્રદ્ધાળુઓ, ધર્મપ્રિય સજજનો અને વિદ્વાનોની માન્યતા પ્રમાણે આજે પણ
ભારત ભૂમિ છેક જ ચમકારશૂન્ય બની નથી. દેશના વિવિધ ભાગોમાં, તીર્થસ્થળોમાં અમુક પ્રકારના ચમત્કારો થવાનો આજે દૃઢતાથી SIનર્દેશ કરવામાં આવે છે. વળી (ભૈરવ પદ્માવતી કમ્પની પ્રસ્તાવના રૂપે મંત્રવિદ્યા સંબંધી એક પુસ્તક જેવો નિબંધ અંગ્રેજીમાં મારી મિત્ર રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી લખી રહ્યા છે ને તે છપાતો જાય છે, તે છપાયા પછી મંત્રશક્તિ પર ઘણું પ્રકાશ પડશે.)
ઉક્ત સૂરિમંત્ર જેનપરંપરા પ્રમાણે શ્રી ગૌતમસ્વામી જે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર થયા તેની કૃતિ તરીકે ગણાય છે, કારણ KIકે સરિમંત્ર એટલે આચાર્યસંબંધી મંત્ર-અને ગૌતમસ્વામી એ જ પ્રથમ આચાર્ય ગણાય. શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા અપ્રકટ સૂરિમંત્રસ્તોત્રમાં તે મંત્રની સ્તુતિ તીર્થકર, તીર્થ, ગૌતમસ્વામી, સુધર્મસ્વામી તરીકે સંબોધી કરી છે –
[त्वं तीर्थकृत् त्वं परमतीर्थ स्वं गौतमस्त्वं गणभृत्सुधर्मा, स्वं विश्वनेता त्वमसि हितानां निधिः सुखानामिह मंत्रराजः ॥२॥] તેને માટે તે જ સ્તોત્રમાં આગળ કહ્યું છે કે શ્રી વર્ધમાન-મહાવીરસ્વામીના આદેશથી ગચ્છનેતા શ્રી ગૌતમસ્વામીએ તે મંત્રની સ્થાપના કરી છે.
[श्रीवर्द्धमानस्य निदेशतस्त्वं प्रतिष्ठितो गौतमगच्छनेत्रा, सिद्धीः समग्राः शिवसंपदश्च सर्वोपपुग्यौषफलानि दत्से ॥ ७॥]
વળી તેમના બીજા અપ્રકટ સૂરિમંત્રસ્તોત્રમાં તે મંત્રની સ્તુતિ કલિકાલમાં તીર્થ તથા આહંત ધર્મની પ્રવૃત્તિના એકલા હેતુ તરીકે કરી છેહાતીર્થ શર્મા તથાતા હૈદરોડ િવ ા ઈત્યાદિ. સૂરિમંત્રકલ્પોમાં તેની પરંપરા શ્રી વૃષભદેવ ભગવાનથી બતાવી છે અને તેમાં
બાહુબલી આદિ સહસ્ત્ર વિદ્યાનો ન્યાસ શ્રી પુંડરિક ગણુધરે કર્યો હતો એવો ઉલ્લેખ છે. સૂરિમંત્રની પાંચ પીઠ છે તેનાં નામ-૧ વિદ્યાપીઠ,