________________
SK
ग्रन्थका
रादिपरिचय
मांत्रिक मुनिसुंदर દૂર.
શ્રી અબ્બાસૌભાગ્ય કાવ્યમાં સર્ગ ૧૪ શ્લોક ૨૦૪ માં “વાદિ–ગોકુલ-સંકટ’ એ બિરૂદ ખંભાતમાં દફરખાન સૂબાએ (જુઓ પત્ર ૩/૧ ની ટિપ્પણી નં. ૧) धनवि.
અને સર્ગ ૪, ૧૨૭માં “કલી સરસ્વતી’ બિરૂદ દક્ષિણના પંડિતોએ આપ્યું એમ ખાલી જણાવ્યું છે.' આ દફરખાનસંબંધી અગાઉ કહેવાયું
છે. [“સં. ૧૮૨૯માં કા. શુ. ૪ રવિવારે પત્તન (પાટણ)માં પૂર્ણમા પક્ષના જ્ઞાનકલશ મુનિ દ્વારા લખાયેલ નલાયન મહાકાવ્યના પુસ્તકના રત વૃત્તિ
અિંતમાં ઉલ્લેખ છે કે તે સમયે મહારાજાધિરાજ પીરોજ પાતસાહિથી નિયુક્ત ખાન દફરખાન સમસ્ત ગુર્જર ધરિત્રીનું પરિપાલન કરતા
હતા”—મારા મિત્ર પંડિત શ્રી લાલચંદ્ર કૃત “શ્રી જિનપ્રભસૂરિ અને સુલતાન મહમદ' પૃ. ૧૧૫, આ દફરખાન (પહેલો) ભિન્ન સમજવો.] છે ? .
આ બિરૂદોનો ઉલ્લેખ તત્કાલીન અગર તે સમયની આસપાસના ગ્રંથોમાં જણાતો નથી. આ અધ્યાત્મકલ્પદ્રુમના ટીકાકાર અને ધર્મસાગરજીના સમકાલીન ધનવિજય ગણિ “સહસ્રાવધાન-ધારી, સાક્ષાત્સરસ્વત્યનુકારી, શ્રી સોમસુંદર સૂરિના પટ્ટાલંકારી, તપાગચ્છનાયક યુગપ્રધાન સમાન | મુનિસુંદર સૂરિ” એટલું પોતાની ટીકાની આદિમાં જણાવે છે, તેમાં ઉક્ત બે બિરૂદોનો ઉલ્લેખ નથી. જયચંદ્ર સૂરિને રાજસભા સમક્ષ દક્ષિણના | વાદીઓએ “કૃષ્ણ સરસ્વતી’ કહા (ગુરુ-ગુણરત્નાકર કાવ્ય ૧, ૯૨); સોમસુંદર સૂરિના શિષ્ય ચારિત્રરને “કૃષ્ણ સરસ્વતી’નું બિરૂદ ધારણ કર્યું હતું એમ તે સૂરિના શિષ્ય ૫. પ્રતિષ્ઠાસોમ સોમસૌભાગ્ય કાવ્યના સર્ગ ૧૦ માના શ્લોક ૫૧માં જણાવે છે. આમ કાલી કે કૃષ્ણ સરસ્વતીનાં બિરૂદો તત્સમયના ગ્રંથો મુનિસુંદર સૂરિથી અન્યને અપાયાનું હોવાનું ઉલ્લેખે છે. મને લાગે છે કે જયચંદ્રસૂરિનું “કૃષ્ણ સરસ્વતી” બિરૂદ, મુનિસુંદર સૂરિના નામે અસાવધાનતાથી ચડી ગયું જણાય છે.
૧૨ પ્રખર માંત્રિક મુનિસુંદરસૂરિએ સૂરિ-મંત્ર સોમસુંદરસૂરિ પાસેથી ગણ-વિધા મેળવી વિધિપૂર્વક સાધી તે વડે ચમકાર-પોતે જ રચેલા સંતિકરસ્તવથી (મેવાડના) દેલવાડામાં મારિ ઉપદ્રવનું નિવારણ, અને શિરોહીમાં તીડોના ઉપદ્રવનું ટાળવું વગેરે-કરી બતાવ્યા એમાં આશ્ચર્ય પામવાનું નથી. એક ભાઈના શબ્દોમાં “આર્યાવર્તની ધાર્મિક ઇતિહાસ અસંખ્ય ચમત્કારોથી ભરપૂર છે. દેવો, સંતો, મહર્ષિઓ અને ભક્તોની આ ભૂમિમાં ચમત્કારોમાં આજે પણ પ્રજાનો ઘણું મોડો ભાગ અડગ શ્રદ્ધા ધરાવે છે. વિજ્ઞાનના આગમનથી શિક્ષિત વર્ગની આવી
१ अलम्भि याम्यां दिशि येन काली सरखतीदं बिरुदं बुधेभ्यः । रवेरुदीच्यामिव तत्र तेजोऽतिरिच्यते यत्पुनरत्र चित्रम् ॥
૬૬