________________
ધમૈસાગરજી સં. ૧૬૪૬ની પટ્ટાવલીમાં જણાવે છે કે “સંતિકર નામનું મહિમાવાળું સ્તવન કરીને જોગણીઓએ કરેલા મારિના ઉપદ્રવના શનિવારક, ૨૪ વાર વિધિપૂર્વક સૂરિ-મંત્રનું આરાધન કરનાર તેઓ હતા અને તેમાં પણ ૧૪ વાર (કરતાં) તેમના ઉપદેશથી ચંપરાજ, દેપા,T
ધારા આદિ રાજાઓએ પોત પોતાના દેશમાં અમારિ પ્રવર્તાવી હતી. શિરોહી દેશમાં સહસ્રમલ રાજાએ પણ અમારિ પ્રોવી હતી તેથી Jતેમણે તીડોનો ઉપદ્રવ દૂર કર્યો હતો' છે ઐતિહાસિક સજઝાયમાળાની પ્રસ્તાવનામાં મુનિશ્રી વિદ્યાવિજય વિશેષમાં જણાવે છે કે “વળી કુવામાંથી ઋષભદેવની મૂર્તિ કઢાવીને t&ાતે શીરોહીના લાખા રાજાને આપી હતી. રાજાએ તે મને પોતાના મહેલની છબી તરફના હોટા દેરાસરમાં સ્થાપિત કરી હતી. આ માટે શો આધાર છે તે ત્યાં દર્શાવેલ નથી, તેમ અમને આ વાત બીજે કયાંય જણાઈ નથી; તેથી તે દંતકથા હોઇ શકે.
૧૧ બિરૂદો-તેમનું બિરૂદ “સહસ્રનામાવધાની' હતું એ ચોક્કસ છે. સ. ૧૪૮૯માં લખાયેલી કલ્પભાષ્ય, નન્દિસૂત્રની પ્રતમાં તે વાત સરનામાનિ જવા મfમષામ' એમ કથેલ છે તે પરથી સિદ્ધ થાય છે. (પાટણ ભ. સૂચી પૃ. ૨૦૦; પ્રશસ્તિસંગ્રહ 'પ્રથમ પૃ. ૭૭).
સં. ૧૯૪૬માં પૂર્ણ કરેલી પટ્ટાવલીમાં ધર્મસાગર ઉપાધ્યાય જણાવે છે કે આ આચાર્યને ખંભાતના દફરખાને “વાદિ-ગોકુલ-સેડ’ | બિરૂદ આપ્યું હતું, અને દક્ષિણમાં “કાલિ સરસ્વતી’ નું બિરૂદ મળ્યું હતું. ધર્મસાગરજીને દેવવિમલ ગણિ ટેકો આપે છે-કારણ કે હીર
१ 'सन्तिकरमिति समहिमस्तवनकरणेन योगिनीकृतमायुपद्रवनिवारकः । चतुर्विंशति वार २४ विधिना सूरिमंत्राराधकः । तेष्वपि चतुर्दश १४ वारं यदुपदेशतः। खखदेशेषु चम्पकराज देपा धारादि राजभिरमारिः प्रवर्तिता। सीरोही दिशि सहस्रमलराजेनाप्यमारि-परिवर्त्तने कृते सति येन तिङ्ककोपद्रवो निवारितः। भाभा। શિરોહીમાં રાજાએ અમારિ પ્રવર્તાવી એટલે આ સૂરિએ તીડનો ઉપદ્રવ ટાળ્યો, એ જણાવ્યું છે તે યોગ્ય નથી; આથી ઉલટું મુનિસુંદરસૂરિવિરાતિ, સોમસૌભાગ્ય કાવ્યાદિમાં જણાવ્યું છે એ યોગ્ય અને યુક્તિસર છે, કારણ કે જેન આચાર્ય અમુકના બદલામાં અમુક કરે એમ બને નહિ; તે જે કર | પરોપકારાર્થે ફલની ઈચ્છા વગર કરે.
२ स्तम्भतीर्थे दफरषानेन 'वादिगोकुल-सण्ड' इति भणितः दक्षिणस्यां कालिसरखतीति प्राप्तबिरुदः ।