SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સમાજના જીવન મરણને સવાલ ઉભે હવે એવા કટોકટીના સમયે આપણાં સદ્ભાગ્યે જૈનધર્મદિવાકર પૂજય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજનું આ અગત્યની બાબત તરફ ધ્યાન ખેંચાયું અને તેમણે પોતાની અખૂટ જ્ઞાનશકિતને લાભ સમાજને આપવા પિતાના પ્રયાસે શરૂ કર્યો, તેમના સાહિત્ય તરફ દામનગરના શાસ્ત્રજ્ઞ શ્રાવક શ્રીયુત શેઠ દામોદરદાસ ભાઇનું ધ્યાન ખેંચાયું, અને તેમણે પૂજ્યશ્રીની અગાધ શકિતને લાભ સમાજ પૂરેપૂરે ઉઠાવી શકે તેવી રીતે કાર્ય શરૂ કરવાની ઈચ્છાથી તેઓશ્રીએ પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજની પાસે જામનગર સંઘવતી અજમેરા મોહનલાલ કેશવજી, રાજકેટ સંધના માનવંતા શેઠ ગુલાબચંદભાઈ મહેતા ત્થા સેમચંદ તુલસીભાઈ મહેતા આદિને સૌરાષ્ટ્રમાં પધારવા વિનંતિ કરવા મેકલેલ, તેમની આગ્રહ ભરી વિનંતિને પુજ્યશ્રીએ રતલામના ધર્મદાસ મિત્ર મંડળના સેક્રેટરી શ્રીમાન શેઠ લક્ષમીચંદજી મુત વગેરેની સલાહ તેમજ દેશ કાલ ભાવ જોઈ સમાજના અપૂર્વ લાભઅર્થે સ્વીકાર કર્યો. વ્યવસ્થિત રીતે શાસ્ત્રોદ્ધારનું કાર્ય શરૂ કરવામાં આવ્યું અને જાણીતા ઉદ્યોગપતિ અને મીલમાલીક શેઠ શાંતિલાલ મંગળદાસના નેતૃત્વ પણ નીચે શાસ્ત્રોદ્ધાર સમિતિની રચના કરવામાં આવી, દસ વર્ષના કાર્ય પછી વધુ વ્યવસ્થિત રીતે કાર્ય કરવા રાજકેટ મુકામે સમિતિની ઓફિસ ખેલી મંત્રોની નિમણુંક કરવામાં આવી, દસ વર્ષમાં થયેલા કાર્યોની સરખામણીમાં તેટલું જ કાર્ય ૪ વર્ષમાં થઈ શકયું છે. આજે ૧૪ વર્ષ માં સમાજ તરફથી લગભગ ૨ લાખ રૂા. મળી ચૂકયા છે અને પ૦૦ મેમ્બરે સમિતિને ચેિ પડે નોંધાયા છે. અત્યાર સુધીમાં ૧૬ શાઓની ૧૩ હજાર નકલો બહાર પડી ચૂકી છે અને બીજા લગભગ ૧૭ સૂત્રે બહાર પાડવાના બાકી છે. બાકી રહેલાં સૂત્રો દળદાર હોવાથી બાકીના ખર્ચને પહોંચી વળવા ઓછામાં ઓછા રૂા. ૩૦૦૦૦૦] ત્રણુલાખની જરૂર છે. અને તે કાર્ય પાંચ વર્ષમાં પૂરું કરવાની સમિતિની નેમ છે. અમને આશા છે કે સમાજના જ્ઞાનપિપાસુ શાહ-સેદાગરે આ અમારી વિનંતિ જરૂર સ્વીકારશે. અત્યાર સુધી સ્થાનકવાસી સમાજ માટે કલ્પસૂત્ર નામને અમૂલ્ય ગ્રંથ કેઈપણ વ્યકિત તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ ન હતા અને જેને લીધે આપણા મુનિમહારાજે અને મહાસતીએ બહારના બનાવેલ ક૯પસૂત્રથી ચલાવી લેતા. આ ઉણપ પૂરી કરવા પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે અથાગ પરિશ્રમે કહપસૂત્ર આપણા સમાજને અનુકૂળતાવાળું તૈયાર કર્યું અને તેને પહેલો ભાગ હાલમાં બહાર પડે છે. આ કલ્પસૂત્રને બીજો ભાગ થોડા વખતમાં બહાર પાડવામાં આવશે. મેમ્બરને ૩૨ સૂત્રે જેમ ભેટ મળે છે. તેમજ ક૯પસૂત્ર પણ ભેટ મળવાનું છે. w.jainelibrary.org Jain Education
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy