________________
અગત્યની અપીલ
સ્થાનકવાસી જન ભાઈઓ અને બહેને –
પરમ ઉપકારી મહાવીર પ્રભુના વખતમાં તેમજ ગણધરના સમયમાં અર્ધમાગધી ભાષા પ્રચલિત હતી, કરે જેથી આપણું સૂત્રે તે વખતની ચાલુ ભાષા અર્ધ માગધીમાં લખાયાં, પરંતુ આજે તે ભાષા
જાણનારે વર્ગ બહુ જ નાને લેવાથી શાસ્ત્રનું અમૂલ્ય જ્ઞાન મેળવવા આપણે સમાજ વંચિત રહી જાય તે સ્વાભાવિક છે. જમાને પલટાયો છે, ભાષા પલટાણી છે, જેથી આપણા સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા ખાતર આપણી સંસ્કૃતિને વિશ્વભરમાં ફેલાવો કરી જૈન ધર્મનું ખરૂં રહસ્ય જગત સમક્ષ મૂકવાનું અને ખું કાર્ય કરવાની આપણી જવાબદારી આવી રહી છે. પ્રચાર કાર્ય દરેક ભાષામાં પ્રગટ કરીને બીજા ધર્મવાળાએ પિતાને ધર્મ બહોળા પ્રમાણમાં ફેલાવી રહ્યા છે એવે સમયે આપણે અંદર અંદરના સંપ્રદાયવાદ, પ્રાંતવાદ, અને મારાહારામાં ખેંચાઈ આપણી શકિત ખોટે રસ્તે વેડફી ન નાખતાં આપણી સંસ્કૃતિની રક્ષા કરવા અને તેને સમાજમાં વહેતી મૂકવા પગભર થવાની ખાસ જરૂર છે.
આવું જ્ઞાન અને સમજણ જેમનામાં સ્કર્યું હતું તેવા મહાત્માઓએ તે બાબતમાં તેમની શકિત અને સંજોગો પ્રમાણે પ્રયાસો કરી શાસ્ત્રો લખીને સમાજ ઉપર ઉપકાર કર્યો છે. આવા છુટક છુટક પ્રયાસો અમુક જગ્યાએ થયા તે ખરેખર પ્રશંસનીય છે; પરંતુ સમાજની દરેક વ્યકિતને સાનુકુળ થાય તેવી જાતનાં શાસ્ત્રો તૈયાર કરાવવાની ખોટ તે ઉભી જ રહી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org