________________
પાટણના સંધવી પાડાના તાડપત્રીય જ્ઞાનભંડારની પ્રતિએ, આજ સુધી જેમણે આ ભંડાર ઘણી કાળજીથી સાચવી રાખ્યો હતો તે સ્વ. પટવા સેવંતિલાલ છોટાલાલના સુપુત્ર નરેન્દ્રભાઈ, બિપિનભાઈ તથા દીપકભાઈના સૌજન્યથી તથા શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના મુખ્ય કાર્યવાહક છે. સેવંતિલાલ મેહનલાલના સૌજન્યથી જ અમને પ્રાપ્ત થઈ છે. તેથી તેમને પણ અમારા અનેકશઃ ધન્યવાદ છે.
પવૃત્તિ સહિત યોગશાસ્ત્રનો
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ]
પ્રભુ-પ્રાર્થના આ યોગશાસ્ત્રના ભવિષ્યમાં પ્રકાશિત થનારા ત્રીજા વિભાગમાં ૫ થી ૧૦ પ્રકાશમાં પ્રાણાયામ-ધારણા-ધ્યાન આદિ ઘણુ ઘણુ અપરિચિત વિષયોનું વર્ણન આવે છે. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે ભારતીય કયા કયા સાહિત્ય અને સંપ્રદાયમાંથી આ બાબતને સંગ્રહ કર્યો છે એની શોધ કરવી એ એક સમુદ્રમંથન જેવું કાર્ય છે. ભગવાન અને ગુરુદેવના ભરોસે એ કાર્ય અમે શરૂ કર્યું છે અને એમની કૃપાથી જ એ કાર્ય પાર પડશે એવી અમને શ્રદ્ધા છે. આ વિષયનાં તુલનાત્મક લખાણે તથા બીજા પણ અનેક પરિશિષ્ટોથી સમૃદ્ધ કરીને ત્રીજો વિભાગ પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. પરમાત્માની કૃપાથી આ કાર્ય સર્ગોપાંગ સિદ્ધ થઈને વિદ્વાનેના હાથમાં શીધ્ર પહોચે એ માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.
Jain Education Intera
For Private & Personal Use Only
www.jainelibrary.org