________________
કેટલાંક સ્થળની ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત સાથે તુલના કરવા જેવું છે એમ અમારા ખ્યાલમાં આવ્યું. પૃ. ૭૨૧ માં ટિપ્પણમાં, અત્યાદિનાં પાઠ અંગેના કેટલાક પ્રાચીન ઉલેખ અમારા ધ્યાનમાં પાછળથી આવ્યા. પૃ. ૮૧૯ માં લેશ્યા અંગેના ટિપ્પણમાં, આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સંધપ્રકરણમાં કરેલી વિસ્તૃત વિચારણા પણ પાછળથી અમારા જેવામાં આવી. પૃ. ૯૩૭ માં લોકાંતિક વિષેના ટિપ્પણમાં, કેટલાક મહત્ત્વના ઉલેખે પાછળથી અમારા ધ્યાનમાં આવ્યા. તથા બીજે કેટલેક સ્થળે પણ ટિપ્પણી કરવાનાં રહી ગયાં છે એમ અમારા ખ્યાલમાં આવ્યું. આવી અવશિષ્ટ રહી ગયેલી બાબતોને ટિપ્પણમાં સમાવેશ કરવા માટે આ વૃત્રિપત્ર અમે આપ્યું છે. આને પણ આ ગ્રંથ વાંચતી વખતે ઉપગ કરી લેવા અમારી અભ્યાસીઓને વિનંતિ છે.
પવૃત્તિ સહિત
ગ
શાના
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૧૭ ]
તે પછી શુદ્ધિપત્રક આપેલું છે. પ્રેસમાંથી આવતાં દરેક પ્રક્ષેને વિનયપ્રવર મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા હું ખૂબ જ ખૂબ કાળજીથી તપાસીએ છીએ. છતાં સરતચૂકથી કેટલીક ભૂલો રહી જ જાય છે જે અમને ઘણી ખટકે છે. સામાન્ય નજર નાખતાં જે જે ભૂલે અમારા ધ્યાનમાં પાછળથી આવી છે તેનું શુદ્ધિપત્રક બનાવ્યું છે. પ્રથમ વિભાગમાં રહી ગયેલી જે કેટલીક અશુદ્ધિઓ અમારા ધ્યાનમાં પાછળથી આવી છે તેનું પણ શુદ્ધિપત્રક આ વિભાગને શુદ્ધિપત્રકમાં અમે લઈ લીધું છે. ગશાસ્ત્રને વાંચનારા આ શુદ્ધિ પત્રકને અવશ્ય ઉપયોગ કરીને વાંચે એવી અમારી ખાસ વિનંતિ છે. કેટલીક વાર ટાઈપ બરાબર ન ઊઠવાથી અથવા છાપતી વખતે ટાઇપ ઊડી
જ
Jain Education Interior
For Private & Personal Use Only
www.jainelibrary.org