________________
પsવૃત્તિ સહિત
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
ચાગ
શાસ્ત્રના
ગ્રંથમાં કેટલેય સ્થળે પ્રાકૃત ગ્રંથમાંથી પાઠે ઉધૂત કરીને આપેલા છે, આવા ઉદધૃત કરેલા પ્રાકૃત પાઠોની સંસ્કૃતમાં છાયા કરીને પણ ટિપ્પણમાં પ્રાયઃ આપેલી છે જેથી પ્રાકૃત નહીં જાણનાર અભ્યાસીઓને પણ તે તે પાઠ સમજવામાં સરળતા રહે.
ગ્રંથમાં સંશોધન કરતાં જ્યાં કેઈક સ્થળે પાઠ સુધારવા જેવો છે એવું અમને લાગ્યું છે ત્યાં અમારી કલ્પનાને સુધારેલે પાઠ ( ) આવા ગોળ કાષ્ઠકમાં મૂકેલે છે, જ્યાં કોઈક પાઠ ઉમેરવા જેવો છે એવું અમને લાગ્યું છે ત્યાં તે ઉમેરવા જેવો પાઠ [ ] આવા ચેરસ કેષ્ઠકમાં મૂકેલો છે. ગ્રંથમાં આ ઘ, ચરા વગેરે ઉલ્લેખપૂર્વક બીજા ગ્રંથમાંથી અનેક સ્થળે પાઠો ઉદ્દધૃત કરેલા છે. આવા ઉદ્દધૃત કરેલા પાઠોનાં મૂળસ્થાને શોધી કાઢવા અમારાથી શક્ય પ્રયત્ન અમે કર્યો છે. અને તે મૂળસ્થાનેને નિર્દેશ [ ] આવા ચોરસ કેષ્ઠકમાં અમે કર્યો છે. જ્યાં મૂળસ્થાને અમને જડ્યાં નથી ત્યાં ઉદ્દત પાઠો પછી [ ] આવાં ખાલી ચેરસ કાષ્ઠક મૂક્યાં છે. પ્રથમ વિભાગ તથા દ્વિતીય વિભાગમાં આવતા સાક્ષિપાઠોનાં જે મૂળ સ્થાને
૧. જ્યાં અમને મૂળસ્થાને નથી જડવ્યાં ત્યાં અમે બીજાને પણ પૂછયું છે. જેમકે પૃ. ૫૮૬-૫૮૭ માં ઉધૃત કરેલાં ત્રણ પદ્યો વા જેવું ચિતા રે......... પતz હિં કિરિ......... / ઉત્તિઝાતાને . ...... II અંગેની માહિતી મારા ન્યાયશાસ્ત્રના અધ્યાપક મહામહોપાધ્યાય પંડિતજી શ્રી દુર્ગાનાથજી ઝા (અમદાવાદ) પાસેથી મેળવીને મેં ટિપણમાં આપી છે. આ માટે પંડિતજીને અનેક: ધન્યવાદ છે.
[ ૪૬ ]
Jain Education Interne
For Private & Personal Use Only
INH
www.jainelibrary.org