________________
સ્વપજ્ઞ
વૃત્તિ સહિત
યેગ
શાના
આ તુલનાત્મક ટિપ્પણેએ અમને પાશુદ્ધિ કરવામાં અને પાઠે નક્કી કરવામાં ઘણી ઘણી સહાય કરી છે. આ રીતે તુલનાત્મક અધ્યયન દ્વારા એકસાથે અનેક ગ્રંથનું અધ્યયન થાય છે, તેમજ તે તે વિષય અત્યંત સુગમ અને વિશદ થાય છે. તેથી તુલનાત્મક ટિપ્પણે ખાસ ધ્યાનપૂર્વક વાંચવાની અમે વાચકને વિનંતિ કરીએ છીએ.
સંપૂર્ણ યોગશાસ્ત્રની દિગંબરાચાર્ય શુભચંદ્રવિરચિત જ્ઞાનાવ સાથે તુલના કરવાનું કાર્ય હજુ બાકી જ છે. આ તુલના સ્વતંત્ર પરિશિષ્ટરૂપે યોગશાસ્ત્રના ત્રીજા ભાગમાં આપવાની અમારી ભાવના છે.
(૩) ભગવાન મહાવીર પરમાત્માને સંગમ જે અનેક ઉપસર્ગો કરેલા છે તેમાં છેવટે અનુકુળ ઉપસર્ગોમાં દેવાંગનાઓના ઉપસર્ગોની વાત (પૃ. ૨૭-૩૦ માં) આવે છે. તેમાં કરણ, અભિનય, હાવ-ભાવ વગેરે અનેક પ્રકારે ઉપસર્ગો દેવાંગનાઓએ કરેલા છે. એમાં નાટ્યશાસ્ત્રને લગતા અનેક પારિભાષિક શબ્દોનો ઉપયોગ આ૦ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે કર્યો છે. તેનું સ્પષ્ટીકરણ કરવા માટે ભરતમુનિએ રચેલા નાટયશાસ્ત્રમાંથી અનેક પાઠ અમે ટિપ્પામાં આપ્યા છે.
પૃ. ૮૧૯ માં લેશ્યાનું વર્ણન આવે છે. આ લેગ્યા વિષે અનેક પ્રકારના જુદા જુદા ઉલેબો અને મતભેદો શ્વેતાંબર-દિગંબર ગ્રંથમાં મળે છે. આ અંગે મહત્ત્વના અનેક પ્રકારના પ્રાચીન ઉલ્લેખ બને તેટલા શોધી કાઢીને અમે એક જ સ્થળે અહીં લગભગ સાત પાનાં જેટલા ટિપ્પણમાં (પૃ. ૮૧-૮૨૬) આપ્યા છે,
દ્વિતીય વિભાગની
પ્રસ્તાવના 8[૪૪]
Jain Education Internal
છે
For Private & Personal Use Only
www.jainelibrary.org