________________
દ્રવ્યાલંકારની ત્રણ હસ્તલિખિત પ્રતિ મળે છે. એક વિક્રમ સંવત ૧૪૯૨માં કાગળ ઉપર લખાયેલી છે અને તે અમદાવાદની હાજા પટેલની પોળમાં આવેલા સંવેગીના ઉપાશ્રયના ભંડારમાં છે. આમાં માત્ર દ્રવ્યાલંકાર મૂળ જ છે, ટીકા નથી. બીજી કાગળ ઉપર હસ્તલિખિત પ્રતિ રાજસ્થાનના બેડાના ભંડારમાં છે. આ પ્રતિમાં લેખન સંવત નથી, પણ પ્રતિ ઘણી અર્વાચીન લાગે છે. આમાં પણ માત્ર મૂળ જ છે, ટીકા નથી. ત્રીજી તાડપત્ર ઉપર લખાયેલી વ્યાલંકાર સ્વપજ્ઞટીકાની પ્રતિ છે. આ પ્રતિ જેસલમેરના જિનભદ્રસૂરિ સંસ્થાપિત ગ્રંથભંડારમાં છે. જો કે આમાં માત્ર ટીકા જ છે, સ્વતંત્ર મૂળ નથી, છતાં ગ્રંથકારે આમાં અનેક અનેક ટિપ્પણે લખેલાં છે તેમાં તે તે સ્થળે મૂળને જણાવનારાં ટિપણે પણ ઘણી જગ્યાએ છે. એટલે તેના આધારે દ્રવ્યાલંકાર મૂળનું આયોજન અનેક સ્થળે કરી શકાય તેવું છે.
વેપવૃત્તિ સહિત
યેગ
શાશ્વના
આ પ્રતિની એક વિશેષતા એ છે કે દ્રવ્યાલંકાર ટકાની આ એક જ પ્રતિ જગતમાં મળે છે. ઘણા દુઃખની વાત છે કે આમાં અતિમહત્ત્વને પ્રથમ પ્રકાશ છે જ નહિ, માત્ર બીજો અને ત્રીજો પ્રકાશ જ મળે છે. બીજા પ્રકાશમાં ૧-૧૯૭ પત્ર છે. ત્રીજા પ્રકાશમાં ૧-૧૧૩ પત્ર છે. ટીકાને બીજો અને ત્રીજો પ્રકાશ મળે છે.
Iી દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૨૯ ]
. New Catalogue of Sanskrit and Prakrit Manuscripts JESALMER COLLECTION (L.D. Series 36, L, D. Institute of Indology, Ahmedabad 9, 1979) આ કેટલોગ પ્રમાણે આને ક્રમાંક
Jain Education Inter
For Private & Personal Use Only
www.jainelibrary.org