________________
સ્થાપજ્ઞવૃત્તિસહિત ચાગરાજાના
Jain Education Inter
પાંચ અસ્તિકાય ઉપર દાનિક દૃષ્ટિએ આ એક જ ગ્રંથ જૈનસાહિત્યના ઇતિહાસમાં લખાયા છે એમ ગ્રંથકારે પેાતે જ લખ્યું છે. આ. શ્રી રામચંદ્ર અતિપ્રખર વિદ્વાન્ અને ગ્રંથકાર હોવા ઉપરાંત મહાન્ નાટ્યકાર પણ હતા. તેમણે સ્વાપવૃત્તિ સહિત નાટયપણુ ગ્રંથ લખ્યા છે તેમ જ અનેક ધાર્મિક સસ્કૃત નાટકો પણ તેમણે લખેલાં છે કે જે તે સમયે પાટણમાં જાહેર રીતે ધર્મસ્થાનામાં ભજવવામાં આવતાં હતાં. દ્રવ્યાલ કારગ્રંથમાં એમની પ્રખર દાર્શનિકતા અને અજોડ વિદ્વત્તા પક્તિએ પાક્તિએ જણાઈ આવે છે.
દ્રવ્યાલંકાર આપ્યા યે દાર્શનિક ગ્રંથ છે. તેના ત્રણ પ્રકાશ છે. ૧ જીવપ્રકાશ, ૨ પુદ્દગલપ્રકાશ, ૩ અક’પપ્રકાશ. ૧ લો પ્રકાશમાં જીવના સ્વરૂપનું વર્ણન છે. ખીજા પ્રકાશમાં પુદ્ગલના સ્વરૂપનું વર્ણન છે. ત્રીજા અક’પપ્રકાશમાં બાકીનાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યાનું વર્ણન છે. આ ગ્રંથ તેમણે પહેલાં મૂળ સૂત્રરૂપે લખ્યા છે. તે પછી તેના ઉપર સ્વાપન્ન ટીકા લખી છે.
૧. ગ્રંથકારે ટીકાના અંતમાં જણાવ્યુ છે કે—
पूर्वैर्यस्य समुद्धृतिर्न विहिता धीरैः कुतोऽप्याशयादावाभ्यां स समुद्धृतः श्रुतनिधेर्द्रव्योत्रो दुर्लभः । पनं यूयमनन्तकार्यनिपुणं गृहीत तत् कोविदाः स्वातन्त्र्यप्रसवां यदीच्छत चिरं सर्वार्थसिद्धि हृदि ॥ १॥
मध्यं बौद्धामृतजलनिधेर्गाढवान् भ्रान्तवांश्च न्यायाटव्यां वचनशठताप्रोच्छ्वसत्कण्टकायाम् । आम्नाती वा विषमविफलप्रक्रिये यो विशेषे शास्त्रारम्भे यदि परमसौ दक्षतां लक्षयेन्नौ ॥ २ ॥
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૨૮ ]
www.jainelibrary.org