________________
GOOGLE
કેટલીક વાર વિદ્વાન વાચકેના હાથે પણ પાઠભેદો થાય છે, તો કેટલીક વાર ગ્રંથકારોના હાથે પણ પાઠભેદો થાય છે. ગ્રંથકારે એક ગ્રંથ લખ્યો હોય, તેની નકલ (કેપીઓ) થઈને ભંડારોમાં પહોંચી પણ ગઈ હોય, તે પછી ગ્રંથકારને લાગે કે પાઠમાં સુધારોવધારો કરવા જેવો છે, એટલે ગ્રંથકાર એકાદ ગ્રંથમાં સુધારા-વધારા કરે, તેના ઉપરથી જે બીજી નકલે થાય તેમાં જુદા જ પાઠ આવે. આ રીતે પણ ઘણી વાર પાઠભેદ થાય છે. આમાં ગ્રંથકારે પહેલાં કયો પાઠ લખ્યો હતો અને પછી સુધારીને ક પાઠ લખ્યો છે તે નક્કી કરવાનું કામ ઘણુ જ દુષ્કર હોય છે. ગ્રંથકારના હાથની સુધારેલી પ્રતિ મળે તે જ પાઠાની પૂર્વાપરતા સમજી શકાય.
સ્વાપત્તિસહિત પાગ
અમારે હમણાં સટીક દ્રવ્યાલંકાર' ગ્રંથનું કામ ચાલે છે. મારા અનંત ઉપકારી પૂજ્યપાદ ગુરૂદેવ (મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ) સાથે જ્યારે મારું પુનામાં ચોમાસું હતું ત્યારે આજથી લગભગ ૩૫ વર્ષ પૂર્વે (વિ. સં. ૨૦૦૨) આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આચાર્ય શ્રી મહલવાદિક્ષમાશ્રમણપ્રણીત દ્વાદશાર નયચકના સંપાદનમાં કદાચ કંઈક ઉપયોગી થઈ શકે તે માટે આ ગ્રંથના ફોટા મોકલ્યા હતા. આ ગ્રંથના કર્તા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના પટ્ટશિષ્ય આ. શ્રી રામચંદ્ર તથા ગુણચંદ્ર છે. દ્રવ્યાલંકાર મૂળ સૂત્રરૂપે છે અને તેના ઉપર તેમણે જ વિસ્તારથી સ્વપજ્ઞવૃત્તિ રચેલી છે. વડદ્રવ્ય તથા
દ્વિતીય
[ ૧૭ ]
વિભાગની પ્રસ્તાવના
૧. આ ગ્રંથ પાલિતાણાની ભરત પ્રિન્ટરીમાં છપાય છે અને અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરથી પ્રકાશિત થવાને છે. લગભગ ૨૫૦ પાનાને આ ગ્રંથ છે.
Jain Education Intenso
For Private & Personal Use Only
www.jainelibrary.org