________________
ત્તિ સહિત
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
પગ
શમના
વિવિધ ટિપ્પણે આ સટીક યોગશાસ્ત્રમાં અનેક પ્રકારનાં ટિપ્પણો અમે આપેલાં છે.
૧. પાઠભેદાત્મક ટિપ્પણ, ૨. તુલનાત્મક ટિપ્પણ તથા ૩. વિવેચનાત્મક ટિપણે. ત્રણેનું સ્વરૂપ આ પ્રમાણે છે –
(૧) ગશાસ્ત્ર મૂળ તથા વૃત્તિમાં અમે જે પાઠ સ્વીકાર્યો છે તે ઉપરાંત પણ, હસ્તલિખિત પ્રતિઓમાં જે સાચા કે બેટા પાઠભેદો મળે છે તથા મુત્રમાં તે સ્થાને જે સાચા કે ખોટા પાઠભેદો છપાયેલા છે તે અમે આ ટિપમાં દર્શાવ્યા છે. અમે સ્વીકારેલા પાઠોની શુદ્ધતા અથવા શ્રેષ્ઠતાના પ્રમાણ તરીકે બીજા ગ્રંથના આધારે પણ ટિપ્પામાં અનેક સ્થળે અમે આપેલા છે. એટલે વાંચકેને અમારી ખાસ ભલામણ છે કે તે તે ટિપ્પણો વાંચે અને પાઠો ઉપર સ્વયં વિચાર કરે. તેથી તે તે પાઠનો સાચો અર્થ સમજવામાં પણ ઘણી સરળતા થશે. પાઠભેદોનું નિર્માણ પાઠભેદનું નિર્માણ અનેક રીતે થતું હોય છે. કેટલીક વાર લહિયાઓના હાથે પાઠભેદે થાય છે,
For Private & Personal Use Only
[ ૨૬ ]
Jain Education Internet
www.jainelibrary.org