________________
પૂણાવૃત્તિ સહિત
ગશાસ્ત્રના
વિભાગની પ્રસ્તાવના
ચાથા પ્રકાશમાં, ગનાં મુખ્ય અંગ જ્ઞાન-દર્શન-આરિત્રનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અભેદ (નિશ્ચય) નયની દષ્ટિએ નિરૂપણ કરતાં આત્માનું જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે ઐકય વર્ણવીને, “આત્મજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ રીતે આત્મજ્ઞાનની સ્તુતિ કરીને, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અવશ્ય કરવા લાયક કષાયજય અને ઇદ્રિયજયને વર્ણવતાં, વિસ્તારથી કેધાદિ ચાર કષાય તથા ઇદ્રિનું સ્વરૂપ વર્ણવીને, ‘ઈદ્રિયો ઉપર વિજય મેળવવા માટે મનઃશુદ્ધિ અત્યંત જરૂરી છે, કારણ કે મનઃશદ્ધિ વિના ગમે તેટલાં તપ આદિ કરવામાં આવે તે પણ તે મેક્ષરૂપી ફળ આપી શકતાં નથી” એમ વર્ણવ્યું છે. મનની શુદ્ધિ માટે વેશ્યાશુદ્ધિ જરૂરી છે તે જણાવતાં લેગ્યાઓનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. (પૃ. ૮૧૯–૮ર૬ માં ટિપ્પણમાં લેણ્યા સંબંધમાં પૂર્વાચાર્યોનાં વિવિધ મંતવ્ય વિસ્તારથી અમે આપ્યાં છે.) મનઃશુદ્ધિ માટે રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા અત્યંત જરૂરી છે એ સમજાવતાં, રાગ-દ્વેષનું ભયંકર સ્વરૂપ સમજાવ્યું છે. રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા માટે સમતા (સમભાવ) અત્યંત જરૂરી છે એ જણાવીને સમતાનો પ્રભાવ વર્ણવ્યા છે. સમતા પ્રાપ્ત કરવા માટે મમતા દૂર કરવી જોઈએ. તે માટે અનિત્ય, અશરણ આદિ બાર ભાવનાઓનું (અનુપ્રેક્ષાઓનું) વિસ્તારથી સ્વરૂપ વર્ણવતાં, તે
૧. ચાર કપાયેના વર્ણનમાં જે બ્લેક યોગશાસ્ત્ર મૂળ તથા ટીકામાં છે તે જ લગભગ બ્લેક ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિતના ચોથા પર્વમાં ભિન્ન ભિન્ન તીર્થકર ભગવાનની દેશનામાં ગ્રંથકારે લઈ લીધા છે.
૨. બાર ભાવનાઓના વર્ણનમાં યોગશાસ્ત્ર મૂળ તથા ટીકામાં જે બ્લેકે આવેલા છે તે જ લગભગ બધા ક્ષેકે ત્રિષષ્ટિરાલાકાપુરૂષચરિતના બીજા-ત્રીજા-ચોથા પર્વમાં ભિન ભિન્ન તીર્થકર ભગવાનની દેનામાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે લઈ લીધા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education Inter