SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ આહંત મહારાજા કુમારપાળનું સંક્ષેપમાં જીવનવૃત્તાંત આ પ્રમાણે છે– સિદ્ધપુર પાસે દધિસ્થલીમાં ચૌલુકયવંશીય ત્રિભુવનપાલ રાજાની કમીરવી નામે ધર્મપત્નીની કુક્ષિથી વિક્રમ સંવત ૧૧૪૮ માં મહારાજા કુમારપાળને જન્મ થયું હતું. યુવાવસ્થામાં અણહિલપુરપત્તન (પાટણ) માં તેઓ શ્રી હેમચંદ્રસૂરિમહારાજના સમાગમમાં આવ્યા હતા અને તેમના ધર્મોપદેશથી ખૂબ પ્રભાવિત થયા હતા. વિક્રમ સંવત ૧૧૯૯ માગશર વદિ ૪ રવિવારે અણુહિલપુરપત્તન (પાટણુ) માં તેમને રાજ્યાભિષેક થયો હતે. પછી દિગવિજય કરીને તેઓ ૧૮ દેશના મહારાજા બન્યા હતા. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના સમાગમ અને સદુપદેશથી તેઓ પરમ આહત (પરમ જૈન શ્રાવક) થયા હતા. ગુરુ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પાસે વિક્રમ સંવત ૧૨૧૬ માં તેમણે સમ્યક્ત્વમૂલ બાર વતાને સ્વીકાર કર્યો હતો. તેમણે ગામે ગામ જિનમદિર બંધાવીને પૃથ્વીને જિનાયતનમંડિત કરીને, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરીને, અનેક રીતે વિશ્વમાં અહિંસાધર્મને અમારિને પ્રચાર કરીને, પ્રજામાંથી સાતે ય વ્યસને નિર્મૂળ કરીને સ્વજીવનને અને પ્રજાને પણ ધર્મવાસિત કરી દીધી હતી. ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. છેવટે તેમને વિક્રમ સંવત ૧૨૩૦ માં સ્વર્ગવાસ થયો હતો. હવે યોગશાસ્ત્ર વિષે સંક્ષેપમાં વિચારીશું યેગશાસ્ત્ર સંસ્કૃતભાષામાં લગભગ બધા અનુષ્ણુપ છંદમાં પદ્ય રૂપે રચાયેલું છે. તેના ૧૨ પ્રકાશ છે. તેમાં અનુક્રમે લેક ૫૬, ૧૧૫, ૧૫૬, ૧૩૬, ૨૭૩, ૮, ૨૮, ૮૧, ૧૬, ૨૪, ૬૧, અને પ૩ અને છેલ્લે બે શાર્દૂલવિક્રીડિત વૃત એવી રીતે લે છે એટલે એકંદર યોગશાસ્ત્રના ૧૦૦૮ શ્લોકે છે. આ શ્લોકે ઉપર તેમણે જ ૧૨૦૦૦ કલોક પ્રમાણ પત્તવૃત્તિની રચના કરેલી છે. ત્તિમાં લોકોના વિવર ઉપરાંત, તે તે પ્રસંગે અનેક કથાઓ પણ તેમણે પદ્યમાં રચેલી છે. આ કથાઓના અનેક કલેકે ત્રિષ્ટિશલાકા પુરૂષ ચરિત્રમાં પણ તેમણે લીધા છે. Fol Private & Personal Use Only Jain Education Inter Ww.jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy