SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञવૃત્ત. विभूषितं योगशास्त्रम् || ૪ || dood Jain Education International ગુજરેશ્વર મહારાજા કુમારપાળ યોગના અત્યંત પ્રેમી અને ઉપાસક હતા. યોગ વિષેનાં ઘણાં શાસ્ત્ર સાંભળ્યા પછી, યાગનું ખરેખરું રહસ્ય સમજાવવા માટે તેમણે પોતાના ગુરુમહારાજ શ્રી હેમચ*દ્રસૂરિજી મહારાજને કરેલી પ્રાર્થનામાંથી આ યોગશાસ્રની રચનાના ઉદ્ભવ થયો છે. આજથી લગભગ ૮૦૦ વર્ષ પૂર્વે થયેલા, યોગશાસ્ત્રના પ્રણેતા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ ંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા જેમની વિનતિથી યાગશાસ્ત્રની રચના કરવામાં આવી છે તે ગુજ રેશ્વર મહારાજાધિરાજ કુમારપાળનું વનચિરત્ર ઘણુ' જ પ્રસિદ્ધ છે. એટલે તે વિષે વિશેષ વિસ્તાર ન કરતાં, બંને મહાપુરુષોનું વન અહીં સંક્ષેપમાં જ આપવામાં આવે છે. આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજનું સંક્ષેપમાં વનવૃત્તાંત આ પ્રમાણે છે— ધંધુકા નગરમાં વિક્રમ સંવત્ ૧૧૪૫ કાર્તિક સુદિ પૂનમ શનિવારે માઢવ*શીય ચાચિગ શેઠની પાહિની નામે ધર્મ પત્નીની કુક્ષિથી ચિંતામણિના સ્વપ્નથી સૂચિત પુત્રરત્ન રૂપે તેઓશ્રી જન્મ્યા હતા. ચગદેવ તેમનું નામ રાખવામાં આવ્યું હતું, પ્રભુ મહાવીર પરમાત્માની પાટે કાટિક ગણુમાં દશ પૂર્વધર ભગવાન આ` વજ્રસ્વામીથી શરૂ થયેલી વજ્રશાખામાં ચંદ્રગચ્છ (કુલ) માં શ્રી યોાભદ્રસૂરિના શિષ્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી ગુસેનસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ મહારાજ પાસે માત્ર પાંચ વર્ષોંની વયે વિક્રમ સવત્ ૧૧૫૦ માધ સુદ ૧૪ શનિવારે તેઓશ્રીએ દીક્ષા લીધી હતી. તે સમયે ગુરુમહારાજે તેમનુ સામચદ્ર નામ રાખેલું હતું. તે પછી મહાજ્ઞાની અને મહાપ્રભાવી તેઓશ્રીને વિક્રમ સંવત્ ૧૧૬૬ વૈશાખ સુદિ ત્રીજે ગુરુમહારાજે આચાર્ય પદવી આપી હતી અને તેમનું હેમચદ્રસૂરિ નામ રાખ્યું હતું. અગાધ જ્ઞાનથી ‘કલિકાલસર્વજ્ઞ' તરીકે તે પ્રસિદ્ધ થયેલા હતા અને વિવિધયોગ સાધનાથી તેઓ મહાયોગીશ્વર બન્યા હતા. વિવિધ વિષયક અનેક અનેક શાસ્ત્રાનું સર્જેન કરીને, અનેક મહારાજાઓને પ્રતિબાધ કરીને, વિશ્વમાં અહિંસાધના પ્રચાર કરીને, સમગ્ર દેશમાંથી સાત વ્યસનાનુ નિવારણુ કરીને, આ રીતે અનેક અનેક ઉપકારા કરીને છેવટે વિક્રમ સવંત ૧૨૨૯ માં યાગવિધિથી પ્રાણાના ત્યાગ કરીને તેઓશ્રી સ્વર્ગવાસી થયા હતા. For Private & Personal Use Only 200000002 any noddo-000 प्रस्तावना ॥ ૪ ॥ www.jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy