SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दी ३६ Jain Education International સૂત્રપાઠ એમ બે સૂત્રપાઠો છે. આ પ્રતિઓનો પરિચય નીચે પ્રમાણે છે. J * = જેસલમેર તાલપત્રીય જૈન ગ્રંથભંડારના સૂચિપત્ર પ્રમાણે ૨૨૪ ક્રમાંકમાં ૮ મા ગ્રંથમાં ૪૩ થી ૬૪ (=૨૨) પત્રોમાં ધર્મબિંદુનો સ્વતંત્ર સૂત્રપાઠ છે. આમાં ૪૪મું તથા ૫૯મું પત્ર એમ બે પત્રો ખુટે છે. J = જેસલમેરના ઉપર જણાવેલા સૂચિપત્રમાં ૨૨૫ ક્રમાંકમાં ૧થી ૧૫૫ પત્રોમાં મુનિચંદ્રસૂવિરચિત વૃત્તિ છે. આમાં બે પત્રો ઉપર ૫૩નો અંક લખેલો છે – અને એક જ પાના ઉપર ૬૮ તથા ૬૯ અંક લખેલો છે. K ↑ તથા K = ખંભાતના શાંતિનાથ તાલપત્રીય જૈન ગ્રંથભંડારના સૂચિપત્ર પ્રમાણે ૨૭૬ ક્રમાંકમાં K ૬ તથા K બંને પ્રતિઓ આવેલી છે. K ૬ માં ૧થી પ૦ પત્રો છે અને K માં ૧થી ૨૨૧ ૫ત્રો છે. પણ તેમાં(Kમાં) ૧૧૨થી ૧૨૪, ૧૨૭,૧૨૮,૧૫૦થી ૧૫૫ આટલાં ૨૧ પત્રો નથી. K ૬ માં આ.ભ.શ્રી. હરિભદ્રસૂરિવિરચિત ધર્મબિંદુનો સ્વતંત્ર સૂત્રપાઠ છે. અને K માં આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિવિરચિત વૃત્તિ છે. L.D. હકીકતમાં આ બંન્ને પ્રતિ એક જ છે. ૧થી ૨૭ પત્રોમાં મૂળ સૂત્રપાઠ છે અને તે પછી ૧થી ૨૭૨ પત્રોમાં વૃત્તિ છે. આમાં મૂળનું પહેલું પાનું તથા વૃત્તિના ૨થી ૨૭૨ પાનાં L = લાલભાઇ દલપતભાઇ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદમાં છે. તેનો તાલપત્રીય ક્રમાંક ૨૫ છે. મૂળના ૨થી ૨૬ પત્ર તથા વૃત્તિનું પહેલું પત્ર આટલા ૨૭ પત્રો ડભોઇના મુક્તાબાઇ જ્ઞાનમંદિરમાં ગયેલાં છે. આની અમે D સંજ્ઞા રાખી છે. હકીકતમાં આ બંન્ને (L. તથા D.) સંગ્રહો થોડા સમય પૂર્વે જ નવા તૈયાર થયા છે. આ પ્રતિ મૂળમાં ક્યાંની હતી તથા આ એક જ પ્રતિ આ રીતે વહેંચાઇને બે સ્થળે કેવી રીતે પહોંચી ગઇ છે તે વિષે અમે કાંઇજ જાણતા નથી. જેસલમેર, ખંભાત તથા અમદાવાદ અને ડભોઇની આ પ્રતિઓની અમને સંશોધનમાં ખૂબજ સહાય મળી છે. આ ઉપરાંત, લીંબડીના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ગ્રંથભંડારની એક કાગળ ઉપર લખેલી પ્રતિનો પણ અમે થોડો ઉપયોગ કર્યો છે. પરંતુ આ પ્રતિ L. ને જ અનુસરે છે એમ લાગવાથી અમે તેનો પાઠાંતરમાં બે-ચાર સ્થળોએ ઉપયોગ કર્યા પછી એનો પાઠાંતર આદિમાં અમે તે પછી ઉપયોગ કર્યો જ નથી. આની અમે . એવી સંજ્ઞા રાખી છે. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરિજી મહારાજે સંશોધિત કરેલી અને આગમોદયસમિતિએ વિક્રમ સંવત્ ૧૯૮૦માં પ્રકાશિત કરેલી પ્રતિનો પણ અમે ઉપયોગ કરેલો છે. તેની અમે મુ॰ સંજ્ઞા રાખેલી છે. અત્યારે જૈનસંઘમાં વૃત્તિસહિત ધર્મબિંદુની જે પ્રતિ આકારની ત્રણ-ચાર આવૃત્તિઓ પ્રચારમાં છે તે બધી જ આ મુ॰ પ્રતિ અનુસારી છે. પરંતુ પ્રાચીન તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓનો જ આમાં અમે મુખ્ય આધાર લીધો હોવાથી મુ॰ ના અશુદ્ધ કે શુદ્ધ અનેક-અનેક પાઠભેદો અમે પાઠાંતરની નોંધમાં ટિપ્પણમાં પણ ખાસ આપ્યા જ નથી. For Private & Personal Use Only પ્રસ્તાવના ३६ www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy