________________
सवृत्तिके धर्मबिन्दौ
३५
પ્રસ્તાવના
અભયદેવસૂરિવિરચિત વૃત્તિ, ધર્મબિન્દુની વૃત્તિ, યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિ આદિ ગ્રંથો વાંચતાં સ્પષ્ટ સમજાય છે. ધર્મબિન્દુવૃત્તિમાં જ્યાં કંઇ તુલના કરવા જેવું અથવા વિશેષ સ્પષ્ટીકરણ કરવા જેવું અમને ખ્યાલમાં આવ્યું છે ત્યાં કે આવું ચિહ્ન કરીને તેનું ટિપ્પણ ચતુર્થ પરિશિષ્ટમાં અમે આપ્યું છે.
પંચમ પરિશિષ્ટમાં ધર્મબિન્દુ તથા વૃત્તિમાં આવતા વિશેષ નામો અકારાદિકમથી આપેલાં છે.
ધર્મબિન્દુના બીજા અધ્યાયમાં સાતમ શ્લોકની વૃત્તિમાં પૃ. ૨૫માં મરૂદેવીમાતાન, ત્રીજા અધ્યાયમાં ૧૫૯મા સૂત્રની વૃત્તિમાં (પૃ. ૬૫માં) આર્ય સુહસ્તિનો તથા ૧૮માં શ્લોકની વૃત્તિમાં પૃ. ૮૫માં સ્થૂલભદ્રનો, છઠ્ઠા અધ્યાયમાં ૩૬મા સૂત્રની વૃત્તિમાં પૂ૦ ૧૨૭માં મેતાર્યમુનિનો, ૬૦માં સૂત્રની વૃત્તિમાં (પૃ૦૧૩૧માં) ગોવિંદવાચક વગેરેનો તથા સાતમા અધ્યાયમાં ૧૧માં સૂત્રની વૃત્તિમાં પૃ૦ ૧૪૧માં શાલિભદ્રનો, ૨૯મા સૂત્રની વૃત્તિમાં પૃ૦ ૧૪૩માં ભરત મહારાજાને નામોલ્લેખ છે. આમાં કેટલીક કથાઓ જૈનોમાં સુપ્રસિદ્ધ છે, કેટલીક અલ્પપ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ છે. જૈનેતરોમાં તો લગભગ બધી કથાઓ અપ્રસિદ્ધ છે. આ ગ્રંથ બધાને સુગ્રાહ્ય બને તે માટે તેમની કથા જાણવા માટે તે તે ગ્રંથોમાંથી તે કથા ઉદ્ધત કરીને અમે અહિં ષક પરિશિષ્ટ માં આપેલી છે. તેમાં ઉલિખિત કોટક ગણિ વિષે હજુ અમને કોઈ વિશેષકથાત્મક માહિતી મળી નથી.
વૃત્તિકાર આ.શ્રી મુનિચંદ્રસૂરિ વિષેની માહિતી તેમના જ શિષ્ય કે જેમનું પહેલાં રામચંદ્ર ગણી નામ હતું તે પ્રસિદ્ધ આ.શ્રી વાદિ દેવસૂરિવિરચિત મુનિદ્રા વીર્યસ્તુતિઃ તથા ગુરુવિકવિતા: આ બે પ્રકરણમાંથી મળે છે. આ બંને પ્રકરણો માલવદેશના રતલામનગરની શ્રેષ્ઠિ ઋષભદેવજી કેશરીમલજી નામની સંસ્થા તરફથી વિક્રમ સંવત્ ૧૯૮૦ માં પ્રકાશિત થયેલા પ્રકરણસમુચ્ચયનામના ગ્રંથમાં (પૃ.૪૩-૪૯) મુદ્રિત થયેલાં છે એટલે ત્યાંથી ઉદ્ભૂત કરીને સપ્તમ પરિશિષ્ટમાં આપેલાં છે.
આઠમો નમસ્કાર મહામંત્ર બોલતાં-જપતાં જેમનો સ્વર્ગવાસ સં.૧૧૭૮માં કાર્તિકવદિ પંચમીએ પાટણમાં થયો હતો તે આ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજના અદ્ભુત જીવન વિષે તેમની પવિત્રતા તેમનું અદ્ભુત જ્ઞાન – તેમની અદ્ભુત આરાધના ઇત્યાદિ વિષયમાં આ.શ્રી વાદિ દેવસૂરિ મહારાજે જે કાંઇ લખ્યું છે તે ખૂબજ આનંદદાયક આશ્ચર્યકારક પ્રેરક અને પુનઃ પુન: મનનીય છે.
તે ઉપરાંત આ.શ્રી મુનિચંદ્રસૂરિએ ઉપદેશપદની વૃત્તિના અંતે પ્રશસ્તિમાં તેમના પોતાના વિષે જે કંઈ લખ્યું છે તે પણ તેમના જ શબ્દોમાં આ પરિશિષ્ટમાં અમે આપેલું છે.
-:પ્રતિ પરિચય:વૃત્તિ સહિત ધર્મબિંદુનું સંશોધન કરવામાં અમે મુખ્યતયા ત્રણ તાડપત્ર ઉપર લખાયેલી પ્રતિઓનો ઉપયોગ કરેલો છે, ત્રણેય પ્રતિઓમાં અલગ સ્વતંત્ર સૂત્રપાઠ તથા વૃત્તિ એમ બે સ્વતંત્ર વિભાગો છે તેથી છ પ્રતિ પણ કહી શકાય. વૃત્તિમાં પણ અંતર્ગત સૂત્રો આવે જ છે તેથી અલગ સૂત્રપાઠ અને વૃત્તિઅન્તર્ગત
For Private & Personal use only
Jain Education International
www.jainelibrary.org