SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ लघुक्षेत्रसमासस्य वृत्तिरेषा समासत: । रचिताऽबुधबोधार्थ श्रीहरिभद्रसूरिभिः ॥१॥ पञ्चाशीतिकवर्षे विक्रमतो व्रजति शुक्लपञ्चम्याम् । शुक्रस्य शुक्रवारे शस्ये पुष्ये च नक्षत्रे ॥२॥ આવો જ ઉલ્લેખ અમદાવાદના સંવેગી ઉપાશ્રયની હસ્તલિખિત ગ્રન્થ ભંડારની કાગળ ઉપર સંભવત: ૧૫મી શતાબ્દીમાં લખેલી પ્રતિમાં પણ છે. અહીં જે કે વિક્રમ સંવત્ ૮૫ એમ જ લખેલું છે, છતાં ત્યાં ૫૮૫ જ માનવું પડશે. શુક(8) માસ, શુક્રવાર, શુકલપંચમી, તથા પુષ્ય નક્ષત્રનો જે ઉલ્લેખ આ ગાથામાં છે તે વિક્રમ સંવત્ ૫૮૫ માનવામાં આવે તો જ બરાબર મળી રહે. અમદાવાદની વેધશાળાના પ્રાચીન જ્યોતિષ વિભાગના અધ્યક્ષ હિંમતરામ |પ્રસ્તાવના જાનીએ જયોતિષ શાસ્ત્રના ગણિતને આધારે વિસ્તારથી ગણિત કરીને આ વાત મુનિશ્રી જયસુંદરવિજયજીને જણાવી છે. (૩) જૈનપરંપરામાં એક પ્રવાદ એવો છે કે આ.શ્રી હરિભદ્રસૂરિમહારાજ પૂર્વતનો વ્યવચ્છેદ થયા પછી નિકટ સમયમાં થયા છે, અને પૂર્વશ્રુતનો વિચ્છેદ વિકમ પછી ૫૦ વર્ષ ગયા પછી થયો છે. (૪) દાક્ષિણ્યચિહન આ.શ્રી ઉદ્યોતનસૂરિ મહારાજે કુવલયમાલાની રચના વિક્રમ સંવત ૮૩૫માં કરેલી છે. તેની પ્રશસ્તિમાં તેમણે લખ્યું છે કે – आयरियवीरभद्दो अहावरो कप्परुक्खो व्व ॥ सो सिद्धांतेण गुरु जुत्तिसत्थेहिं जस्स हरिभद्दो । बहुगंथसत्थवित्थरपत्यारियपयडसव्वत्थो । સામાન્ય રીતે આનો અર્થ એવો કરવામાં આવે છે કે બીજા કલ્પવૃક્ષ જેવા આચાર્ય વીરભદ્ર તેમના સિદ્ધાંત અધ્યાપક ગુરૂ હતા તથા અનેક ગ્રંથશાસ્ત્રોના વિસ્તારથી જેમણે સકલ પદાર્થો પ્રગટ કર્યા છે એવા હરિભદ્ર તેમના યુક્તિશાસ્ત્રોના (દર્શનશાસ્ત્રોના-ન્યાયશાસ્ત્રોના) ગુરૂ હતા એટલે આના આધારે આ.હરિભદ્રસૂરિ આઠમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં તથા નવમી શતાબ્દીના પૂર્વાર્ધમાં હતા એમ કેટલાક અનુમાન કરે છે, પરંતુ મુનિશ્રી જયસુંદરવિજયજી આનો અર્થ એવી રીતે કરે છે કે આચાર્ય વીરભદ્ર તેમના સિદ્ધાંત અધ્યાપક ગુરૂ હતા કે જેમના (આચાર્ય વીરભદ્રના) તર્કશાસ્ત્રાધ્યાપક ગુરૂ આચાર્ય હરિભદ્ર હતા. એટલે આ ઉલ્લેખને આધારે તો વિકમની આઠમી શતાબ્દીના પૂર્વાર્ધમાં આચાર્ય હરિભદ્ર હોવા જોઇએ. આ રીતે આ.ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજના સમય વિષે પ્રચલિત લગભગ બધા વિચારો અહીં રજુ કરી દીધા છે કે જેથી વાચકો એના ઉપર સ્વયં વિચાર કરી શકે. વૃત્તિકાર આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ संविग्नमौलिर्विकृतीश्च सर्वास्तत्याज देहेऽप्यममः सदा यः । विद्वद्विनेयाभिवृतः प्रभाव-प्रभागुणैः यः किल गौतमोऽयम् ।। अष्टहयेशमितेऽब्दे ११७८ विक्रमकालाद् दिवंगतो भगवान् । श्री मुनिचन्द्रमुनीन्द्रो ददातु भद्राणि सङ्घाय ॥ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy