SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ २६ Jain Education International વૃત્તિકાર આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજે રચેલા ગ્રંથોના ખૂબ સુંદર મર્મજ્ઞ વિવેચક અને વ્યાખ્યાતા છે. ઉપદેશપદવૃત્તિ, ધર્મબિન્દુની વૃત્તિ, લલિતવિસ્તરા ઉપરની પંજિકા, અનેકાન્તજયપતાકાટિપ્પણ જોતાં આ વાત સ્પષ્ટ સમજાય છે. ધર્મબિન્દુમાં જણાવેલી વાતોના સમર્થનમાં બીજા ઘણા ઘણા ગ્રંથોમાંથી પાઠો ઉદ્ધૃત કરીને તેમણે આપેલા છે. તે જોતાં એમનું ચિંતન કેટલું બધું ગંભીર છે તેમજ તેમનું શાસ્રાવગાહન કેટલું બધું વિશાળ છે એનો કંઇક ખ્યાલ આવી શકે છે. ઉષ્કૃત કરેલા પાઠોમાં જીવનના નિચોડ જેવાં ઘણાં જ ઘણાં સુભાષિતો છે કે જે આપણા જીવનમાં અદ્ભુત અસર ઉપજાવે તેવાં છે - અદ્ભુત પરિવર્તન લાવે તેવાં છે, માટે તે ખાસ મનન કરવા જેવાં છે. મહાભારતમાંથી પણ તેમણે કેટલાય પાઠો ઉદ્ધૃત કરીને આપેલા છે. મહાભારતમાંથી ઉદ્ધૃત કરેલા કેટલાક પાઠો મહાભારતની પ્રચલિત સંહિતામાં અક્ષરશ: મળતા નથી. એટલે પાઠાંતરોવાળા મહાભારતના ૨૨ વોલ્યુમો ભાંડારકર ઓરિએટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (પૂણે ૪) તરફથી પ્રકાશિત થયા છે. તે ખાસ મંગાવીને તેના પાઠાંતરોમાં પણ જે ઉપયોગી પાઠો અમને મળ્યા છે તે અમે ટિપ્પણમાં જણાવ્યા છે. ધર્મબિન્દુવૃત્તિમાં ઉદ્ધૃત કરેલા પાઠોનાં મૂળસ્થાનો શોધવા અમે ઘણો ઘણો પ્રયત્ન કર્યો છે. જે મૂળસ્થાનો જડમાં તે [ ] આવા ચોરસ કોષ્ટકમાં અમે જણાવ્યા છે. છતાં જે ઘણા પાઠોના મૂળસ્થાનો અમને જડયાં નથી, ત્યાં ખાલી [...] ચોરસ કોષ્ટક અમે મુક્યું છે. કેટલુંક સ્પષ્ટીકરણ— ५०८ पं० १० भां एते धर्म्या विवाहाश्चत्वारोऽपि, गृहस्थोचितदेवपूजनादिव्यवहाराणामेतदन्तरन्नकारणत्वान्मातुः पितुर्बन्धूनां च प्रामाण्यात् । परस्परानुरागेण मिथः સમવાયાત્ ધર્મ: । આવો પાઠ છે. પરંતુ આને જ અનુસરતી યોગશાસ્ત્રસ્વોપક્ષવૃત્તિમાં (પૃ ૧૪૮) આ સ્થળે તે ધર્માં વિવાહાશ્ચત્વર: | માતુ: પિતુર્વધૂનાં ચાપ્રામાખ્યાત્ પરસ્પરાનુરામેળ મિથ; સમવાયાર્ પર્વ: ધ્ । પાઠ છે. અહીં જે 7 પ્રામાખ્યાત્ પાઠ લઇએ તો એનો સંબંધ ધમાં વિવાહાશ્ચત્કારોડપિ એની સાથે થાય છે. પણ જે સ્વપ્રમાળ્યાત્ પાઠ હોય તો એનો સંબંધ પરસ્પરાનુòળ મિથ: સમવાયાત્ ધર્મ: ૧ એ સાથે લઇ જવો પડે છે. યોગશાસ્ત્રની ઘણી જ પ્રાચીન તાડપત્ર પ્રતિઓ અમે તપાસીને જોઇ તો પણ પ્રામાëત્ પાઠ જ અમને મળ્યો. આ વિષય આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે ધર્મબિન્દુવૃત્તિને અનુસરીને લીધો છે એ આગળ-પાછળ બધી તુલના કરતાં સ્પષ્ટ જ દેખાય છે. તો આ ગળે પાઠભેદ કેમ છે ? આ વિષયે વધારે ચિંતન કરતાં કરતાં તથા આ વિષયને લગતા જુદા જુદા ગ્રંથો જોતાં જોતાં અમને મોડો-મોડો પત્તો લાગ્યો કે દિગંબર જૈનાચાર્ય સોમદેવસૂરિવિરચિત નીતિવાક્યામૃતમાંથી જ આ વિષયને લગતી બધી વાત અક્ષરશ: અથવા અલ્પેશબ્દભેદથી આ.ભ.મુનિચંદ્રમહારાજે ધર્મબિંદુવૃત્તિમાં લીધેલી છે. નીતિવાક્યામૃતમાં આ સ્થળે ચાપ્રામાણ્યાત્ For Private & Personal Use Only પ્રસ્તાવના २६ www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy