________________
सवृत्तिके धर्मबिन्दी
१३
Jain Education International
આપી. પણ ભાવી પ્રબળ હોવાથી તેઓ બૌદ્ધદર્શન તથા તેમની રહસ્ય વિદ્યાઓ શિખવાના ઉત્સાહમાં ગુરૂની આજ્ઞા ઉપરવટ થઇને પણ ગયા.
બૌદ્ધો અને જૈનો વચ્ચે તે સમયે વિચારસહિષ્ણુતા(Tolerance)ની ખામી હતી. આથી હંસ તથા પરમહંસ બૌદ્ધ વિહારમાં બૌદ્ધરૂપે રહ્યા. પોતે જૈન હોવાનું ઘણો સમય કળાવા ન દીધું. હંસ તથા પરમહંસે ખાનગીમાં એક પત્ર પર જૈન મતની દલીલોના ખંડનનું પ્રતિખંડન તથા બીજા પત્ર પર સુગતવાદ (બૌદ્ધધર્મ) નાં દૂષણો લખ્યાં હતાં. તે બન્ને પત્ર ભારે પવનથી ઉડી ગયા. તે કોઇ બૌદ્ધ સાધુએ ગુરૂને સોંપી દીધા. આથી ગુરૂના મનમાં શંકા પડી કે આ કોઇ અહંદુપાસક છે. આ શંકા સાચી છે કે ખોટી છે, તેનો નિર્ણય કરવા તેઓએ ગુરૂ પાસે આવવાના માર્ગમાં દ્વાર આગળ જિનપ્રતિમા આલેખી. ગુરૂ પાસે આવવાનો બીજો માર્ગ ન હતો. જ્યારે તે દ્વાર આગળ જૈન પ્રતિમા જોઇ ત્યારે તેઓ ગુરૂને શંકા પડી તે સમજી ગયા. પોતે બધી વિદ્યાઓ શિખી લીધી હતી. શું કરવું તેના સંબંધમાં જરા વિચાર કરી પાસે પડેલા એક ખડીના કટકા વતી ત્રણ લીંટી કરી, તેને બુદ્ધની પ્રતિમા કલ્પી તે પર પગ મૂકી ગુરૂ સમીપ આવી બીજા વિદ્યાર્થીઓની માફક ભણવા બેઠા.
પકડાઇ જવાના ભયને લીધે હવે અહીં રહેવું સલામત નથી એમ ધારી બન્ને ગુપ્ત રીતે ચિતોડ તરફ નાશી ગયા. બુદ્ધપ્રતિમા ઓળંગી ગયા, જિન પ્રતિમાને બદલે બુદ્ધ પ્રતિમા તેઓએ કરી, અને જૈન છતાં બૌદ્ધરૂપે રહી અમારી કેટલીક રહસ્ય વિદ્યાઓ શીખી નાસી ગયા. આ વગેરે કારણોથી તે વિહારાધિકારીઓને કોપ પ્રકટયો, અને પોતાના આશ્રિતરાજાની મદદથી હંસ તથા પરમહંસને પાછા પકડી લાવવા ૧૪૪૪ બૌદ્ધનું સૈન્ય મોકલાવ્યું. હંસ વચમાં જ મરાયો. પરમહંસ ચિતોડ પહોંચીને ગુરૂ સમક્ષ સર્વ હકીકત નિવેદન કરતાં હૃદય ફાટી જવાથી મરી ગયો. આ દુ:ખદાયક બનાવથી શ્રી હરિભદ્રસૂરિને અત્યંત ક્રોધ વ્યાપી ગયો, એટલે સુધી કે ૧૪૪૪ બૌદ્ધોને સમળી રૂપે પાછા ચિતોડમાં આકાશ માર્ગે ‘આકર્ષણ વિદ્યા’થી ખેંચી ઉકળતી તેલની કઢાઇઓમાં નાંખી મારી નાંખવા તત્પર થયા.
મનુષ્યમાં જ્યારે ક્રોધ વ્યાપે છે, ત્યારે સારાસારનો તે બીલકુલ વિવેક કરી શકતો નથી. આ વખતે ક્રોધના આવેશથી શ્રી હરિભદ્રસૂરિનાં વિવેકચક્ષુ મિંચાઇ ગયાં, પણ વિવેકચક્ષુને ખોલનારા તેમના ગુરૂ શ્રી જિનભટાચાર્યને આ વૃત્તાંત વિદિત થતાં જ તે સ્થળે પોતાના બે શિષ્યોને ક્રોધના ઉપશમાર્થે મૃદુ વચન અને કેટલીક ગાથાઓ શિખવી સત્વર મોકલ્યા, જે ગાથાઓ સાંભળવાથી તેમનો ક્રોધ શાંત થયો. અને એ ગાથાઓને આધારે શ્રી સમરાદિત્ય ચરિત્રની સવિસ્તર યોજના કરી. એટલુંજ નહિ પણ ગુપ્તવિદ્યા વાપરવાના પ્રાયશ્ચિતરૂપે એ વિદ્યાઓના ગ્રંથો ઉપર જણાવ્યા પ્રમાણે ગુપ્ત ભંડારોમાં મૂકી દીધા અને ૧૪૪૪ બૌદ્ધોને હણવાના સંકલ્પ માત્ર માટે પ્રાયશ્ચિતરૂપે ૧૪૪૪ ગ્રન્થોની રચના કરીને કર્મની નિર્જરા કરી. ધર્મના કાર્ય માટે કરાતું અપકૃત્ય તે અપકૃત્ય નથી એ માન્યતા ભૂલ ભરેલી છે, તે આ ઉપરથી સહજ સમજાશે.
જે ગાથાઓ સાંભળવાંથી શ્રી હરિભદ્રસૂરિનો ક્રોધ શાન્ત થયો તે નીચે પ્રમાણે છે.
For Private & Personal Use Only
પ્રસ્તાવના
१३
www.jainlibrary.g