________________
પ્રસ્તાવના
ત્યારે પૂર્વ ઉપકારી આપ છો તેથી આપ જ મારા ગુરૂ છો તો પણ આપના કહેવાથી હું પૂજ્ય આચાર્ય ભગવંતનો શિષ્ય બનીશ અને શુભ મુહૂર્તે સવૃત્તિ | શાસન પ્રભાવનાની સુંદર પળે સંયમ ગ્રહણ કરીને બન્યા મુનિશ્રી હરિભદ્ર. धर्मबिन्दौ ગુરુસમર્પણ પૂર્વક જૈન દર્શનના અભ્યાસમાં એકતાન બનીને ઉચ્ચ કોટીના આગમોના જ્ઞાતા બન્યા, પણ સાથોસાથ અનુભવજ્ઞાન દ્વારા ધર્મની ભૂમિકાને
વધુને વધુ વિકસાવતા ગયા. એમાં જ્ઞાનઅનુભવ દ્વારા વિશિષ્ટ યોગ્યતા જોતાં ગુરુ મહારાજે આચાર્ય પદ આપીને સંઘની જવાબદારીનું સુકાન સોંપ્યું. ધીરે ધીરે સર્વજ્ઞાન સમ્યજ્ઞાન રૂપે પરિણામ પામ્યું. દેવતાધિકિત કેટલાક ઉપનિષદો (રહસ્ય પુસ્તકો) જેમાં આકર્ષણવિઘા, સુવર્ણસિદ્ધિ, પરપુરપ્રવેશ, નભોગમન, આદિ પ્રાપ્ત કરવાનાં સાધનોનું વર્ણન હોય તેવાં પુસ્તકો આ સમયે તેઓને પ્રાપ્ત થયાં પણ કાળની હીનતા તથા જીવોની તે ગ્રહણ કરવાની શક્તિની ખામીને કારણે અગ્નિ તથા જળ જેને હાનિ ન પહોંચાડે એવાં વિવિધ ઔષધોથી નિષ્પન્ન સ્તંભોમાં ભંડાર્યા કહેવાય છે.
અધિકારી થયા વિના પ્રાપ્ત થયેલી લબ્ધિઓ-સિદ્ધિઓનો પ્રાય: દુરુપયોગ થાય છે. લબ્ધિઓ એ આત્માની શક્તિ વિશેષ છે. જે ખરા આત્મજ્ઞાનના અભ્યાસકો છે, તેઓ લબ્ધિઆદિ મેળવવા પ્રયત્ન નહિ કરતાં આત્મજ્ઞાન જેથી પ્રાપ્ત થાય તેવાં સાધનોનો આશ્રય લે છે. કારણકે હઠયોગાદિથી પણ કેટલીક હલકા પ્રકારની શક્તિઓ મળે છે, પણ તેથી જીવો તે શકિતઓનો બીજાને ચમત્કાર બતાવવામાં અથવા 'હું'પણાની વૃદ્ધિ કરવામાં દોરવાય છે, અને પોતાનું સાધ્યબિંદુ ભૂલી જાય છે, માટે ખરા આત્મજ્ઞાનના અભ્યાસકો લબ્ધિઓ મેળવવાને ખાસ પ્રયત્ન કરતા નથી. તેમને તેમના યોગાભ્યાસમાં તે મળે છે, તો તેનો અસ્વીકાર પણ કરતા નથી. પણ તેમનું લક્ષ આત્મતત્ત્વ પ્રાપ્તિ તરફ હોય છે. શ્રી હરિભદ્રસૂરિને પણ કેટલીક શકિતઓ મળી હતી.
એક પ્રસંગે અત્યંત ક્રોધ વ્યાપી ગયો, ત્યારે આકર્ષણ વિઘા'ના બળે ૧૪ બૌદ્ધોને અંતરીક્ષ માર્ગે ખેંચી મારી નાખવા પ્રવૃત્ત થયા હતા. તેમના ગુરુએ તે સમયે તેમને વારવાથી તે કામ બન્યું નહોતું. ‘આકર્ષણ વિઘા'નો આવો દુરુપયોગ થયો એમ ધારી ઉપર જણાવ્યા પ્રમાણે રહસ્ય વિદ્યાઓ છુપાવી દીધી.
એ ક્રોધનો પ્રસંગ આ પ્રમાણે હતો. શ્રી હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ નામના બે ભાણેજ શિષ્ય હતા. તેમણે શ્રી હરિભદ્રસૂરિ પાસે રહી ન્યાય, અલંકાર, તર્ક, ષડ્રદર્શન વગેરેનો સારો અભ્યાસ કર્યો હતો. તે પછી બૌદ્ધદર્શન અવલોકવાની તેમની ઇચ્છા થઇ. કારણકે આ વખતે અનેક રાજાઓએ તે મત અંગીકાર કર્યો હતો અને સ્થળે સ્થળે તે ધર્મના મઠ તથા વિહારો હતા. પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએનસાંગ આ વખતે હિંદુસ્તાન આવ્યો હતો, તે પોતાની મુસાફરીના વર્ણનમાં બુદ્ધ ધર્મની આ વખતની જાહોજલાલી પણ દશવિ છે. દક્ષિણ વગેરેમાં જૈનોના પણ રાજા હતા અને જૈનો પણ પોતાના ધર્મની મહત્તા દર્શાવવાને તેટલા જ ઉત્કંઠિત હતા. આથી એક બીજાના સિદ્ધાંતો જાણવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક હતું.
ચિત્રકૂટથી પૂર્વે કોઇ પ્રખ્યાત વિહારમાં જવા માટે તૈયાર થયા. ગુરૂની આજ્ઞા માગી. શ્રી હરિભદ્રસૂરિએ પરિણામ અનિષ્ટ જોઈ તેમને અનુમતી ન
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrary.org