________________
सवृत्तिके धर्मबिन्दौ
૨૧ |
પ્રસ્તાવના
“પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર.
ચિત્તોડ નગર, જિતારિ રાજાનું રાજ્ય. રાજપુરોહિત હરિભદ્ર. રાજા ન્યાયવાન-અનેક રાજાઓના સ્વામી છતાં નમ્ર. જ્યારે રાજપુરોહિત ચૌદ વિઘામાં પ્રવીણ પરંતુ જ્ઞાનમદનો પાર નહી. હંમેશ વાદ માટે તૈયાર.શાહ્યાભ્યાસ એટલો વધતો જાય છે કે ક્યાંક પેટ ફૂટી ન જાય તેથી પેટ ઉપર સુવર્ણનો પટ્ટ બાંધીને ફરતો. અને જંબૂદ્વીપમાં મારી સમાન કોઇ નથી તે જણાવવા જંબુલતા ધારણ કરતો હતો.
આવા શાનના મદથી મસ્ત બનેલા આ રાજપુરોહિતે એક નિયમ કરેલો કે “આ દુનિયામાં જેનું વચન સમજી ન શકું તેનો શિષ્ય બનું'. અભિમાનથી કલિકાલમાં પોતાને સર્વજ્ઞ માનતો હતો.
અભિમાન એ ઘણા ગુણોને બાળી નાખનાર ભયંકર અગ્નિ છે, પણ કોઇ સારો સુયોગ મળી જાય તો અભિમાની પણ બચી જાય અને તરી જાય તેમ આ રાજપુરોહિત હરિભદ્રને પણ એક સાધ્વીજીનો આશ્ચર્યકારી સુયોગ થયો.
હરિભદ્ર રાજદરબાર તરફ જઈ રહ્યા છે. જતાં જતાં રસ્તા ઉપર એક ઉપાશ્રય આવે છે. તે ઉપાશ્રયની નજીકથી જઈ રહ્યા છે. તે જ વખતે ઉપાશ્રયમાં સર્વ શિખાઓ સહિત સાધ્વીજી શ્રી યાકિની મહત્તરા બિરાજમાન હતા અને તેઓ સુત્રપાઠ કરી રહ્યા હતા તે વખતે જ આ શ્લોક આવ્યો.
चक्कीगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव द चक्की केसी अ चक्की अ॥ એટલે બે ચક્રવત થયા પછી પાંચ વાસુદેવ થયા પછી પાંચ ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચકવત પછી એક વાસુદેવ પછી બે ચક્રવતી પછી એક વાસુદેવ અને છેલ્લે એક ચક્રવતીં.
આ અવસર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બાર ચક્રવર્તી નવ વાસુદેવ થયા એવો આ શ્લોકનો(ગાથાનો) અર્થ થતો હતો. અને આ શ્લોકનો અર્થ હરિભકને ખ્યાલ ન આવ્યો. એટલે પાછા ફરી ઉપાશ્રયમાં જઈને પૂછયું કે તે સાધ્વી મહારાજ ! આ શું ચક ચક કરો છો ? ત્યારે સમયના જાણકાર, મર્યાદાના ઉપાસક, પરમાત્માની આજ્ઞાને સમજનારા એવા સાધ્વીજીએ આનો અર્થ ખૂબજ સરળતાથી સમજાવ્યો. પ્રતિજ્ઞાની પકડ રાખનારા એવા હરિભદ્ર બોલ્યા કે છે આથી ! મારી પ્રતિજ્ઞા હતી કે કોઇ વ્યક્તિએ કહેલી વાતનો અર્થ મને ન સમજાય તો તેના શિષ્ય બની જવું તેથી તમે મને તમારો શિક બનાવો. ત્યારે સાધ્વીજી ભગવંતે સમજાવ્યું કે પુરૂષને શિષ્ય કરવાનો સાધ્વીજીનો અધિકાર નથી. અમારા ધર્માચાર્ય શ્રી જિનભટાચાર્ય અહીં ભાઇનોના ઉપાશ્રયમાં બિરાજમાન છે તેમની પાસેથી સાધુ ધર્મની દીક્ષા ગ્રહણ કરીને શિષ્ય બનો.
Jan Education
For Private & Personal Use Only
w
elbrary.org