________________
सवृत्तिके
धर्मबिन्दौ
આ પ્રસ્તુત ગ્રંથની સમાપ્તિ કરવામાં આવી છે.
આ ગ્રન્થ પ્રતિપાદન શૈલીથી લખાયેલો હોવાથી અને વિશાળ હૃદયથી તેના મૂળ કર્તાશ્રી હરિભદ્રસૂરિએ રચેલો હોવાથી તથા ઉપર જણાવ્યા પ્રમાણે માગનુસારપણાથી આરંભીને તીર્થંકરપદની પ્રાપ્તિ સુધીના ઉપાયો કમસર બતાવવામાં આવેલા હોવાથી આશા રાખવામાં આવે છે કે આ ગ્રન્થ ઘણા આત્માઓને તેમના આત્મ કલ્યાણના માર્ગમાં સહાયભૂત થશે. એ આશા ફળીભૂત થાઓ એવી અંત:કરણથી પ્રાર્થના કરી આ ગ્રંથવિવેચનનું કામ સમાપ્ત કરવામાં આવે
१०
છે.”
પ્રસ્તાવના
ગ્રંથકાર આ.ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજ यस्यामयो गतमयो व्यगलत् क्षणेन दोषोज्झितोऽधिगतसुश्रुतयोगयोगात् । सर्वज्ञतां कलियुगे कलयन् नितान्तमेन: स संहरतु वो हरिभद्रसूरिः॥ આ.ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજનું જીવનચરિત્ર કહાવલી, પ્રભાવકચરિત, તથા પ્રબંધ આદિ અનેક સ્થાનોમાં મળે છે. બધામાં અનેક વાતોમાં સમાનતા છે, તેમ કોઇક વાતોમાં વિભિન્નતા પણ છે. આ.ભ.શ્રી હરિભદ્રસૂરિવિરચિત ગ્રંથોના શ્રેષ્ઠ વ્યાખ્યાતા આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજે વિક્રમ સંવત્ ૧૧૭૪ માં રચેલી આ.ભ.શ્રી હરિભદ્રસૂરિવિરચિત ઉપદેશપદની વૃત્તિના અંતમાં સંક્ષેપમાં આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજનું જે જીવનચરિત્ર આપેલું છે તેમાં મહત્વની ઘણી જ ઘણી વાતો આવી જાય છે. ઉપદેશપદની વૃત્તિના અંતમાં આવેલો આ ઉલ્લેખ અહિં ધર્મબિન્દુના સાતમાં પરિશિષ્ટમાં આપેલો છે તે જોઈ લેવો.
ધર્મબિન્દુનું સંપાદન કરતાં અમારું સમગ્ર લક્ષ્ય વૃત્તિસહિત ધર્મબિન્દુને પ્રાચીનમાં પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના આધારે શુદ્ધ કરવા તરફ તથા વૃત્તિમાં ઉદ્ભૂત કરેલા પાઠોના મૂળસ્થાનોને શોધવા તરફ રહેલું હતું. એટલે આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજ તથા વૃત્તિકાર આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજના જીવનચરિત્ર વિષે તથા તેમણે રચેલા ગ્રંથો વિષે સ્વતંત્ર રીતે ઐતિહાસિક માહિતી એકત્ર કરવા માટે ખાસ લક્ષ્ય અપાયું નથી. બંને મહાપુરૂષો વિષે મળતા બધા ઉલ્લેખો એકત્ર કરીને આપવાની મારી ઇચ્છા હતી કે જેથી વાચકો સ્વતંત્ર રીતે તે અંગે વિચાર કરી શકે. પરંતુ અત્યારે હું ઘણા કાર્યોમાં રોકાયેલો છું. વળી મારી પાસે એ બધી સામગ્રી અત્યારે હાજર છે પણ નહિ, બધી સામગ્રી એકત્રિત કરતાં ઘણો સમય લાગે તેમ છે અને ગ્રંથનું પ્રકાશન શીઘ કરવાનું છે. બંને મહાપુરૂષો વિષે જુદા જુદા લેખકો તરફથી ઘણું ઘણું લખાયેલું છે એટલે ઐતિહાસિક બાબતો મુખ્યતયા બીજા લેખકોના લખાણમાંથી ઉદ્ભૂત કરીને અહિં આપવામાં આવી છે.
પં. શ્રી વજસેનવિજયજી મહારાજે ધર્મબિન્દુનું જે ભાષાંતર પ્રકાશિત કર્યું છે તેમાં તેમણે આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજનું જીવનચરિત્ર આપેલું છે. તેમાંથી તે ઉદ્ભૂત કરીને અહીં આપવામાં આવે છે
Jain Education Internacional
For Private & Personal use only
www.jainelibrary.org