SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ પ્રસ્તાવના પાડવામાં આવ્યા છે. તે પછી સાપેક્ષ યતિધર્મના યતિએ કેવી રીતે ભિક્ષા ગ્રહણ કરવી, કોઇને પણ ઉગ ના થાય તેમ કેવી રીતે પ્રવર્તવું, તથા વિકથાનો ત્યાગ કરવો વગેરે બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. તે પછી દીક્ષા લેવાને કેટલી જાતના પુરૂષો, કેટલી જાતની સ્ત્રીઓ, અને કેટલી જાતના નપુંસકો અયોગ્ય છે, તેનું લંબાણથી વર્ણન કરેલું છે. તે પછી યતિએ બ્રહ્મચર્યની નવવાડોનું રક્ષણ કરી શીલ વ્રતને અતિશુદ્ધ રીતે પાળવું જોઇએ, એ ઉપર અતિશય ભાર મુકવામાં આવ્યો છે. તે પછી સંખનાનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે. અને છેવટે નિરપેક્ષ યતિધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આ રીતે પાંચમું પ્રકરણ સમાપ્ત થાય છે. છઠ્ઠા પ્રકરણનો પ્રારંભ સાપેક્ષ યતિ ધર્મ તથા નિરપેક્ષ યતિ ધર્મ પાળવાને કેવા કેવા ગુણવાળા પુરૂષો લાયક છે, તે સંબંધમાં બહુ સારી રીતે સમજાવેલું છે, અને શાસનની સ્થિરતા માટે તથા લોકોને જ્ઞાન મળતું રહે તે માટે સાપેક્ષ યતિધર્મની વિશેષ આવશ્યકતા બતાવવામાં આવી છે. અને અમુક પુરૂષો જેઓ વિશેષ ઉપકાર કરવાને સમર્થ હોય તેમને માટે તો નિરપેક્ષ યતિધર્મ પાળવાનો નિષેધ પણ કરવામાં આવ્યો છે. તે પછી ભાવના એ જ મોક્ષનું પરમ કારણ છે. તે સંબંધમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. દ્રવ્ય અને ભાવથી ભગવંત ભક્તિ કરવા સંબંધી ઉલ્લેખ છે. અમક કામ કરવા માટે આપણે ઉત્સુક હોઇએ. તે ઉપરથી તે કામ કરવાનો તે પ્રવૃત્તિકાળ છે, એમ માની શકાય નહીં. તે સંબંધમાં પણ કેટલુંક વિવેચન કરી જેમ ઉચિત લાગે તેમ પ્રવર્તવું, એવો નિર્ણય કરવામાં આવ્યો છે, ચારિત્ર લીધા પછી ભાવ સ્થિર રહે તે માટે સાધુએ શું શું ભાવના ભાવવી તથા કેમ વર્તવું તે બતાવી આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે. ધર્મનું ફળ બીજા પ્રકરણમાં કાંઇક કહેવામાં આવ્યું હતું, પણ આ સાતમા પ્રકરણમાં તે વિસ્તારથી કહેવામાં આવ્યું છે. ધર્મ ફળના બે ભેદ છે, એક અનંતર ફળ અને બીજું પરંપરા ફળ છે. તરત મળે તે અનંતર ફળ કહેવાય અને એ ફળ બીજા ઉત્કૃષ્ટ ફળનું કારણ થાય તે વળી ત્રીજાનું થાય તે પરંપરા ફળ છે. આ પ્રમાણે વ્યાખ્યા આપી ધર્મથી મનુષ્ય આગળને આગળ કેવા સંજોગોમાં વધતો જાય છે, તેનું લંબાણથી વર્ણન આપવામાં આવ્યું છે. શુભ પરિણામ એ જ મોક્ષનું ઉત્તમોત્તમ કારણ છે, એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, અને છેવટમાં તેટલે સુધી કહેવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઇ શુભ મળે છે તે સર્વ ધર્મના પ્રભાવે મળે છે, માટે આ મનુષ્યભવ જેવો ઉત્તમભવ મેળવી મનુષ્ય ધર્મ સાધવો એ જ આ પ્રકરણનો સાર છે. આઠમું છેલ્લું પ્રકરણ ગયા અધ્યાયમાં જણાવેલા વિષયને જ વધારે સમર્થન કરતાં જણાવે છે કે જગતને હિતકારી તીર્થંકર પદને પણ ધર્માભ્યાસથી મનુષ્ય મેળવી શકે છે, તો બીજી સામાન્ય વસ્તુઓના લાભની વાત જ શી કરવી ? તીર્થંકરનું માહા... આ પ્રકરણમાં સારી રીતે વર્ણવવામાં આવ્યું છે અને મનુષ્યને મોક્ષ મેળવવામાં વિદન રૂપ થતા રોગ, દ્વેષ અને મોહ એ ત્રણ શત્રુઓનું વર્ણન કરી, તેમને જીતવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. તે પછી મુક્ત જીવોની કેવી સ્થિતિ થાય છે અને તેમને પરમાનંદ શાથી પ્રાપ્ત થાય છે, અને શુદ્ધ ધ્યાનથી જીવ કેવી રીતે ઉચે ચડે છે, તે દર્શાવી, Jan Education International For Private Personal use only www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy