________________
પ્રસ્તાવના
सवृत्तिके તપઆચાર, વીર્યાચાર અને ચારિત્રાચારનું વર્ણન કરેલું છે. તે પછી પુણ્યફળરૂપે દેવની સમૃદ્ધિ, શુદ્ધ કુળમાં જન્મ, સર્વ બાબતને અનુકૂળ સામગ્રી, તથા धर्मबिन्दौ
પાપના ફળ રૂપે નરકનાં દુ:ખ, ખરાબ કુળમાં જન્મ વગેરે દુ:ખની પરંપરા ઉપદેશકે જણાવવી. પ્રસંગે પ્રસંગે જ્ઞાનની પ્રશંસા કરવી, પુરૂષાર્થનું માહાત્મ બતાવવું. આ પ્રમાણે પ્રથમ ધર્મના સામાન્ય તત્ત્વોનું નિરૂપણ કરવું અને જ્યારે કોઇ પણ જિજ્ઞાસુની વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય ત્યારે સિદ્ધાંતની વાત તેના આગળ કહેવી. તે પછી સુવર્ણની ત્રણ કસોટીઓ કષ, છેદ અને તાપ ધમનિ કેમ લગાડી શકાય તે બતાવી આત્માને કેવળ નિત્ય માનવામાં તેમજ કેવળ અનિત્ય માનવામાં શાં શાં દૂષણો આવે છે તે જણાવી સ્યાદ્વાદ શૈલી પ્રમાણે આત્મા નિત્યા-નિત્ય છે, એમ સિદ્ધ કરવામાં આવ્યું છે. તે પછી બાર ભાવનાઓનું વર્ણન કરેલું છે અને ભાવનનાઓ રાગ-દ્વેષનો ક્ષય કરવામાં મુખ્યત્વે કારણભૂત છે એમ જણાવવામાં આવ્યું છે. આ ગ્રન્થમાં આપેલું બાર ભાવનાઓનું સ્વરૂપ પ્રતિદિન મનન કરવા યોગ્ય છે.
ત્રીજું પ્રકરણ ગૃહસ્થના વિશેષ ધર્મને લગતું છે. જ્યારે મનુષ્ય ઉપર પ્રમાણે ધર્મનું સ્વરૂપ સમજી વૈરાગ્ય આવવાથી કંઇક વ્રત લેવાની રૂચીવાળો થાય ત્યારે કેવી રીતે વ્રત આપવાં તે બતાવી બારવ્રતનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. પાંચ આણવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, એ રીતે બાર વ્રતનું વર્ણન કરી દરેક વ્રતને લગતા પાંચ-પાંચ અતિચારોનું કથન કરી, તે અતિચારો ત્યાગવાપૂર્વક શ્રાવકે બાર વ્રત કેવી રીતે પાળવાં તે આ પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે. અતિચાર ન લાગે તે માટે કેવી ભાવના રાખવી, અને ગૃહસ્થનો વિશેષ ધર્મ જાળવવાવાળાનાં સામાન્ય કામો પણ કેવા પ્રકારનાં હોય તથા તેની દિનચર્યા કેવી હોય તે બધું વર્ણવવામાં આવ્યું છે. છેવટમાં મૈત્રી વગેરે ચાર ભાવનાનું સ્વરૂપ બહુ વિચારવા યોગ્ય છે.
ચોથા પ્રકરણમાં વિશેષ ગૃહસ્થધર્મ પાળી દીક્ષા લેવાને આવનાર શિષ્યમાં કયા સોળ ગુણો જોઇએ તથા તેને દીક્ષા આપનાર ગુરમાં કયા પંદર ગુણો જોઈએ તે બાબતમાં શાસકારે ખુલ્લી રીતે પોતાના વિચારો દર્શાવ્યા છે. તે વિચારોનું અનુકરણ કરવામાં આવે તો કલેશ-કંકાસનાં કારણો ઓછાં ઉદ્દભવે, માટે એ વિષય જૈન કોમના ભાવી હિતને ખાતર ખૂબ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. આ સંબંધમાં જુદા-જુદા આચાર્યોના અભિપ્રાયો આપી ગ્રંથકાર પોતાનો અભિપ્રાય સ્પષ્ટ શબ્દોમાં આપે છે. દીક્ષા લેવા આવનારે માતા-પિતાની તથા વડીલોની અનુમતી લેવી જોઇએ. દીક્ષા સર્વ જનને હિતકારી છે. તેથી જે દીક્ષા માતાપિતાને ઉદ્વેગ કરનારી હોય તે ન્યાય યુક્ત ગણાય નહીં, એવું શ્રી હરીભદ્રસૂરીએ અકજીમાં માતૃપિતૃભકિતમાં લખેલું છે. તે પણ આ સ્થળે
સ્મરણ રાખવા યોગ્ય છે. દીક્ષા આપતી વખતે મુહૂર્ત વગેરે તપાસવું. ત્યાર પછી નવદીક્ષિતે કેમ વર્તવું તે બતાવવામાં આવ્યું છે. અને આ પ્રમાણે જે શાસ્ત્રાધારે નથી વર્તતો તે યતિ પણ ના કહેવાય તેમ ગૃહસ્થ પણ ના કહેવાય એમ જણાવી આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવ્યું છે.
યતિપણે એ તરવારની ધાર પર ચાલવા જેવો દુષ્કર માર્ગ છે. છતાં જો મનુષ્ય સંસારનું સ્વરૂપ યથાર્થ જાણ્યું હોય, તેના પર વૈરાગ્ય આવ્યો હોય
અને મોક્ષ તરફ ખરી ભક્તિ જાગૃત થઇ હોય તો યતિધર્મ યથાર્થ પાળી શકાય. આ પ્રમાણે જણાવી યતિ વ્રતના સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે વિભાગ Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org