________________
सवृत्तिके
धर्मबिन्दी
પ્રસ્તાવના
સમરાદિત્ય સંક્ષેપ ગાથા गुणसेण अगिसम्मा सिहा गंदा य तह पिआ पुत्ता । सिहि जालिणीसुओ, धण धणसिरि मो अ पइ भज्ज । जय विजया य सहोयर, धरणो लच्छि य तह पई भज्जा । सेण विसेणा पित्तअ, उत्ता जमंमि सत्तमए ।
गुणचंद वाणमंतर, समराइच्च गिरिसेण पाणो ओ। एगस्स तओ मुक्खोऽणतो बिअस्स संसारो ॥
जह जलइ जलं लोए, कुसत्थपवणाहओ कसायग्गि । तं जुतं न जिणवयणअमियसित्तोवि पज्जलइ॥ અર્થાત્ - (૧)ગુણસેન નામે એક રાજા હતો, તેણે અગ્નિશમાં નામે એક તાપસને પારણાનું નિમંત્રણ કર્યું, પણ પ્રમાદયોગે એને પારાગુ કરાવવું વીસરી ગયો; આથી અગ્નિશર્માના અંતરમાં વૈરભાવ પ્રગટયો, આ પહેલો ભવ.
(૨)બીજે ભવે અગ્નિશર્મા વિદ્યુત કુમારમાં ઉપજ્યો, ગુણસેન સૌધર્મ દેવલોકમાં દેવ થયો. (૩)ત્યાંથી ત્રીજે ભવે ગુણસેન સિંહરાજા થયો, અગ્નિશર્મા તેનો આણંદ નામે પુત્ર થયો, જેણે પૂર્વભવના વૈરભાવને કારણે પિતાને વિષ દઈ માર્યો. (૪)ત્યાંથી આવી ચોથે ભવે ગુણસેન ત્રીજા સ્વર્ગે અને અગ્નિશમ પહેલી નરકમાં ઉત્પન્ન થયો.
(૫)ત્યાંથી આવી પાંચમા ભવે ગુણસેનનો જીવ શિખી નામે પુત્ર થયો, અને તે અગ્નિશમનો જીવ જે જાલિની નામે માતા થઇ હતી તેના પેટે અવતર્યો. આ ભવમાં માતાએ પુત્રને પૂર્વના વૈરભાવને કારણે વિષથી માર્યો.
(૬)ત્યાંથી આવી છકે ભવે ગુણસેનનો જીવ પાંચમા સ્વર્ગે અને અગ્નિશર્માનો જીવ બીજી નરકે ઉત્પન્ન થયો.
(૭)ત્યાંથી આવી સાતમા ભવે ગુણસેનનો જીવ ધન્યકુમાર નામે શેઠપણે અને અગ્નિશમનો જીવ ધનશ્રી નામે તેની સ્વીપણે ઉપજો. પૂર્વ વૈરને લઇ સ્ત્રીએ પતિને માર્યો.
(૮)ત્યાંથી આવી આઠમા ભવે ગુણસેનનો જીવ સાતમા સ્વર્ગે અને અગ્નિશર્માનો જીવ ત્રીજી નરકે ઉત્પન્ન થયો.
(૯)ત્યાંથી આવી નવમા ભવે ગુણસેનનો જીવ જય નામે અને અગ્નિશર્માનો જીવ વિજય નામે તેના ભાઈપણે ઉપજ્યો, અહીં પૂર્વના વૈરને લઈને વિજયે જયને પીડા ઉપજાવી.
(૧૦)ત્યાંથી આવી દશમા ભવે ગુણસેનનો જીવ નવમા કલ્પ વિમાનવાસી દેવ થયો, અગ્નિશમનો જીવ ચોથી નરકે ગયો. (૧૧)ત્યાંથી આવી અગ્યારમા ભવે ગુણસેન ધારણ નામે શેઠ થયો, અને અગ્નિશર્મા લક્ષ્મી નામે તેની ભાર્યા થઇ, જેણે પતિને પૂર્વ વૈર લઇ રંજાડયો. (૧૨)માંથી એવી બારમા ભવે ગુણસેન અને અગ્નિશમાં અનુક્રમે અગ્યારમાં કલ્પ અને પાંચમી નરકે ઉપજ્યા.
WWWnelibrary
Jan Education International