________________
सवृत्तिके
धर्मबिन्दौ
ગ્રન્થના અંતે (પૃ. ૧૫૯) તિરાવાશ્રીમકી એમJ તથા K?પ્રતિમાં લખેલું છે. ધર્મબિન્દુના અંતમાં છેલ્લા શ્લોકમાં તત્ર દુઃવિરાહત્વનામુલત: એમ લખેલું છે. તેમાં જે વિદર શબ્દ છે તે પણ યાકિનીમહારાધર્મસૂનુ આ.શ્રીહરિભદ્રસૂરિની આ રચના છે એમ સૂચવે છે. વૃત્તિના રચયિતા આ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજ છે એ વાત તો પ્રત્યેક અધ્યાયની વૃત્તિના અંતમાં આવતા ઉલ્લેખથી સ્પષ્ટ છે.
ધર્મબિન્દુનું સ્વરૂપ ધર્મબિન્દુના આઠ અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયના પ્રારંભમાં તથા અંતમાં ત્રણ ત્રણ શ્લોકો છે. એ રીતે એક એક અધ્યાયમાં છ શ્લોકો છે. આઠે પ્રસ્તાવના અધ્યાયના મળીને કુલ ૪૮ શ્લોકો છે. શ્લોકોની વચમાં ગઘ સ્વરૂપમાં બધાં સૂત્રો છે. પ્રથમ અધ્યાયમાં ૫૮, બીજા અધ્યાયમાં ૭૫, ત્રીજા અધ્યાયમાં ૯૩, ચોથા અધ્યાયમાં ૪૩, પાંચમા અધ્યાયમાં ૯૮, છઠ્ઠા અધ્યાયમાં ૭૬, સાતમા અધ્યાયમાં ૩૮, આઠમા અધ્યાયમાં ૬૧ એમ બધા મળીને ૫૪૨ સૂત્રો છે.
ધર્મ એ ભારત વર્ષનો અત્યંત મહત્વનો અને અતિપ્રિય વિષય છે. ધર્મ વિશે ભારત વર્ષમાં જેટલી જેટલી વિચારણા થઇ છે તેટલી વિચારણા બીજા કોઇ દેશમાં થઇ નથી. ભિન્ન ભિન્ન દર્શનકારોએ તથા દર્શનના અનુયાયીઓએ ધર્મ વિશે ઘણી ઘણી વિચારણાઓ કરી છે. તેમાં જૈનદર્શને ધર્મની જે અત્યંત વિશિષ્ટ રજુઆત કરી છે તે સર્વને માટે ખાસ અભ્યાસ અને પરિશીલન કરવા યોગ્ય વિષય છે. જીવનના સર્વ ક્ષેત્રોમાં સુખ-શાંતિ-સમૃધ્ધિ-ઉન્નતિ-કલ્યાણને આપનારા ધર્મની વ્યાપકતા કેવી સુંદર છે એ વાંચીને-વિચારીને કોઇ પણ સહૃદય મનુષ્ય આશ્ચર્યચકિત થઇ જાય એવું ધર્મનું નિરૂપણ જૈનગ્રંથોમાં જોવા મળે છે. તેમાં પણ આ.ભ.શ્રી હરિભદ્રસૂરિમહારાજના ગ્રંથો, રજુઆત અને ચિંતનની દષ્ટિએ અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે.
ભારતીય સાહિત્યમાં ધર્મબિન્દુનું સ્થાન જૈન સાહિત્યમાં તો ધર્મબિન્દુનું સ્થાન અત્યંત મહત્વનું છે જ, પણ ભારતીય સાહિત્યમાં પણ ધર્મબિન્દુનું સ્થાન અત્યંત મહત્વનું છે. ભારતીય સાહિત્યમાં ધર્મ વિશે ઘણી ઘણી રીતે વિચારણા કરવામાં આવી છે. ભારતમાં ધાર્મિક મનુષ્યનું સ્થાન ઘણું જ ઉચ્ચકક્ષાનું સ્વીકારવામાં આવ્યું છે. સારા વિશિષ્ટ ધાર્મિક થતા પહેલાં સારા ગૃહસ્થ થવાની-સારા માનવ થવાની ઘણી જ મોટી જરૂરીયાત છે, આ વાત સ્પષ્ટ શબ્દોમાં આ ભ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિન્દુના સામચિતો પૃષર્નવિધિ નામના પ્રથમ અધ્યાયમાં અત્યંત વિસ્તારથી જણાવી છે. સારા ગૃહસ્થ થવા-સુખી ગૃહસ્થ થવા જે ગુણોની અત્યંત આવશ્યકતા છે તેનું વિસ્તારથી વર્ણન ધર્મબિન્દુના પ્રથમ અધ્યાયમાં છે, તેના ઉપર વૃત્તિકાર આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિમહારાજે વિસ્તારથી વિશદ વિવેચન કરીને ઘણોજ પ્રકાશ પાડયો છે. વ્યાપાર કેવી રીતે કરવો જોઈએ, લગ્ન કયારે કરવું, લગ્ન કોની સાથે કરવું, લગ્નનું ફળ શું, ખર્ચ કેટલો કરવો જોઇએ, વસ્ત્રો કેવાં પહેરવાં જોઇએ, શું ખાવું, કેવી રીતે ખાવું, ઘર કેવું હોવું જોઇએ, ઘર ક્યાં બાંધવું જોઇએ, તાવ આવે ત્યારે તથા અતિસાર (અનેકવાર મલોત્સર્ગ) થાય ત્યારે લાંઘણ કરવી જોઇએ(પૃ.૭), સંનિપાતના રોગીને કરિયાતાનો કાઢો (વાથ) પીવરાવવો જોઈએ(પૃ.૨૭), માતા-પિતાની ત્રિકાળ પૂજા કરવી જોઈએ, માતા-પિતાની
laluaanણા |
"ર:/y
"મા" SS :
or Privale & Personal use
www.jainelibrary.org