________________
वृत्तिके धर्मबिन्दौ
१
પ્રકાશકીય ચૌદસો ચુમ્માલિસ ગ્રંથના રચયિતા પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ. મ. કૃત અને પૂ. શ્રી મુનિચંદ્રસૂરિ મ. કૃત ટીકાસહિત શ્રી ધર્મબિંદુ ગ્રંથનું અમો સહર્ષ પ્રકાશન કરીએ છીએ.
અનેક તાડપત્રીય તથા હસ્તલિખિત પ્રતોના આધારે ભારે પરિશ્રમપૂર્વક સંશોધન કરી ઉપરોક્ત ગ્રંથનું સંપાદન પૂજ્યપાદ બહુશ્રુત શ્રી જંબૂવિજયજી મ. સાહેબે કરેલ છે. પૂજ્યશ્રીની શ્રુતોપાસના જૈન સંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે. ભારે પરિશ્રમપૂર્વક અનેક આગમ ગ્રંથોના સંપાદન કરીને પૂજ્યશ્રીએ શ્રી સંઘને સમર્પિત કરેલ છે. તેના કારણે માત્ર વર્તમાન જ નહીં પરંતુ ભાવિ જૈન સંઘ પણ પૂજ્યશ્રી પ્રત્યે ઋણી રહેશે.
પૂજ્યશ્રીના પ્રસ્તુત સંપાદનને પ્રકાશિત કરવાનો લાભ અમને મળ્યો છે તે બદલ અમો પણ પૂજ્યશ્રીના ઋણી છીએ. ભવિષ્યમાં પણ જૈન વાડ્મયના પ્રકાશનનો લાભ આપવાની અમારી પૂજ્યશ્રીને ભાવભરી વિનંતી છે.
માર્ગાનુસારીથી ચારિત્રધર્મસુધીના મોક્ષમાર્ગને પ્રતિપાદન કરતા પ્રસ્તુત ગ્રંથનો સ્વાધ્યાય ચતુર્વિધસંઘમાં ખૂબ જ પ્રચલિત બને અને અનેક આત્માઓ એના પઠન-પાઠન દ્વારા કર્મનિર્જરા કરી શીઘ નિવાર્ણપદને પામે એજ શુભાભિલાષા રાખીએ છીએ.
પૂજ્યપાદ સિધ્ધાન્તમહોદધિ સ્વ.આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની દિવ્ય કૃપા, પૂજ્યપાદ વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિશ્વરજી મ.ના શુભાશિષ, પૂજ્યપાદ સ્વ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રીના શિષ્યરત્ન પ. પૂ. આ. દેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરિ મ. સા.ની શુભપ્રેરણાથી ચાલતા શ્રુતભક્તિના કાર્યમાં વધુને વધુ લાભ મળતો જાય એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી શારદા દેવીને અમારી અંત:કરણની પ્રાર્થના
છે.
Jain Education International
લિ :- શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ (૧)ચંદ્રકુમાર બાબુભાઇ જરીવાલા
(૩) નવિનચંદ્ર ભગવનદાસ શાહ
(૨) લલિતકુમાર રતનચંદ કોઠારી (૪) પુંડરીકભાઇ અંબાલાલ શાહ
For Private & Personal Use Only
પ્રકાશકીય
१
www.jainelibrary.org