________________
国
Jain Education International
પૂજ્યપાદ પરમઉપકારી સંસારી પિતાશ્રી ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજ !
તથા
પૂજ્યપાદ સંસારી માતાશ્રી સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ ! પરમ વાત્સલ્ય તથા પરમ કૃપાથી બાલ્યાવસ્થાથી જ આપે મને આપેલા ધર્મસંસ્કારોનું અત્યંત કૃતજ્ઞતા તથા બહુમાન પૂર્વક સ્મરણ કરીને આ ધર્મબિંદુ ગ્રંથને પુષ્પરૂપે આપના કરકમળમાં પ્રભુપૂજાર્થે અર્પણ કરીને આજે અત્યંત આનંદ અને ધન્યતા અનુભવું છું.
- આપનો શિશુ જંબૂવિજય
સં. ૨૦૫૦, કાર્તિક સુદિ ૧, શ્રી ગૌતમસ્વામિ કેવલજ્ઞાન કલ્યાણક દિન, રવિવાર, તા. ૧૪-૧૧-૯૩ ઝીંઝુવાડા. (વાયા-વિરમગામ)
For Private & Personal Use Only
www.jainelibrary.org