________________
સવૃત્તિ | धर्मबिन्दौ ।
પ્રકાશકીય
આચાર્ય રાજેન્દ્રસૂરિ તથા આચાર્ય હેમચંદ્રસૂરિ તરફથી વિનયાદિ ગુણગણોપેત પન્યાસજી / મુનિશ્રી
આદી સૌ જોગ અનુવંદના સુખશાતા – અત્રે દેવગુરુ પસાય કુશળતા છે. તમે સૌ પણ કુશળ હશો...
ચૈત્ર વદ ૧૩ સોમવારના એ કલંકિત દિવસે દૂર કાળે આપણા સૌના આધાર ગુરુદેવશ્રી ને ખુંચવી આપણને સૌને નિરાધાર બનાવ્યા. અણચિંતવ્ય અને અકલ્પનીય એ પ્રસંગ વજઘાત સમો બની ગયો.... હવે આપણું કોણ ? ગુરુદેવ સિદ્ધાંત મહોદધિ આચાર્ય ભગવંતશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અનન્ય કૃપા પાત્ર અને મહાન વારસદાર એવા પૂજ્યશ્રી ની વિદાયે આપણે શિરછત્ર વિનાના થયા, શું કરવું ... ક્યાં જવું ... કાંઈજ સમજણ પડતી નથી.
૫૮ વર્ષના દીર્ધ સંયમ પર્યાયમાં જીવનની છેલ્લી ક્ષણ સુધીની એમની જાગૃતિ આરાધના અવર્ણનીય હતી. હવે એ સાક્ષાત્ અપ્રમત્તમૂર્તિના દર્શન ક્યારે મળશે ? શું ક્યારેય નહીં મળે ? એ કલ્પના જ હૃદયને ધ્રુજાવી દે છે. સ્વ. પરમગુરુદેવની હાજરી અને ગેરહાજરી બંન્નેમાં પૂજ્યપાદશ્રીએ શાસન અને સમુદાયના ગૌરવની ખુબ વૃદ્ધિ કરી. આવા પૂજ્યશ્રીની ખોટ વર્તમાન વિષમ કાળમાં ઘણી આકરી લાગે તેવી છે. આમ છતાં હવે બન્યું ન બનનાર નથી. આપણે સૌ એ પૈર્ય ધારણ કરીને સ્વસ્થ બનવું જ પડશે. અને શાસન પરના પડકારોને ઝીલવા પડશે. પૂજ્યપાદશ્રીએ જેમ પોતાના ગુરુદેવનું તથા સમુદાય અને શાસનનું ગૌરવ વધાર્યું તે રીતે આપણે સૌએ પણ વ્યવસ્થિત ભેગાં થઇ શાસનનું સમુદાયનું અને પૂજ્યપાદશ્રીનું ગૌરવ વધારવું પડશે. તેઓશ્રીના આશ્રિત આપણે દ્વિશતાધિક મુનીઓએ સંગઠીત રહીને સમુદાય અને શાસનના કાર્યોમાં આગળ વધવું પડશે. પરસ્પર પ્રેમ વાત્સલ્યની વૃદ્ધિ થતી રહે તે આજના વિષમ કાળે જરૂરી છે. પૂજ્યશ્રીના સંયમશુદ્ધિના, રત્નત્રયીની આરાધનાના, સ્વપરકલ્યાણના, સિદ્ધાંતરક્ષા અને સંઘસમાધિના વગેરે કાર્યોને આપણેજ આગળ વધારવા રહ્યા. આપણે જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ, સંયમ અને જ્ઞાનયોગમાં પરસ્પર પણ પ્રેરક-સંરક્ષક અને સહાયક બનીએ. પૂજ્યશ્રીનો આત્મા દેવલોકમાંથી આપણને સહાય કરે તેમજ શાસનદેવો પણ આપણને સહાય કરે તેવી પરમાત્માને પ્રાર્થના. રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહેશો. દેવદર્શનાદિમાં યાદ કરશો. વિશેષ જણાવવા યોગ્ય જણાવશો.
દ: આ. રાજેન્દ્રસૂરિની અનુવંદના. હેમચંદ્રસૂરિની અનુવંદના સુખશાતા.
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrary.org