________________
પુસ્તક ૨-જુ
પણ જીવ–પ્રદેશ જેટલા જ અસંખ્યાતા હેવા છતાં) ધર્મ–અધર્મનું સંપૂર્ણ લેકમાં વ્યાપીને રહેવાપણું જણાવે છે, પરંતુ જીવની માફક એક અસંખ્યય ભાગ વિગેરેમાં રહેવાપણું જણાવતા નથી તે તેમાં કાંઈ પણ હેતુ જણાવ્યા સિવાય એ શી રીતે સમજી શકાય?
ઉત્તરમાં જણાવે છે જે એમ કહેતા હો તે અમે કહીએ છીએ તે બરાબર નિઃસંશય પદાર્થનું અસ્તિત્વ છતાં તે પદાર્થ જેવામાં સૂર્ય વિગેરેનું તેજ જેમ ઉપકારક છે, તે પ્રમાણે પ્રયોગ પરિણામ અને વિશ્રસા પરિણામ વડે ઉત્પન્ન થયેલી જુદા જુદા પ્રકારની સર્વ લેકમાં રહેનારી અને બીજા દ્રવ્યમાં નહિ સંભવતી એવી ક્રિયાને કરનારા જીવ-પુદ્ગલેની ગતિ-સ્થિતિમાં ધર્માસ્તિકાયઅધમસ્તિકાય ઉપકારક છે.
એ કાર્યથી નિશ્ચય થાય છે કે ધર્માસ્તિકાય-અધમસ્તિકાય સમગ્ર લેકમાં વ્યાપીને રહેલા છે, પરંતુ જીવની માફક એક અસંખ્ય ભાગ વિગેરેમાં રહેલા નથી.
ઘર્મા–ધમની મદદથી થતું તે ગતિ-સ્થિતિરૂપ અસાધારણ કાર્ય ભાષ્યરૂપ સૂત્ર વડે જણાવાય છે.
भाष्यम्-गतिमतां गतेः स्थितिमतां च स्थितेरुपग्रहो धर्मा-धर्मयोरूपकारो यथासंख्यं उपग्रहो निमित्तमपेक्षाकारणं हेतुरित्यनान्तरम् । उपकारः प्रयोजनं गुणोऽर्थ ત્યાર્થતરમ્ | ૨૦ ||
ભાષ્યાર્થ–ગતિ પરિણામે પરિણમેલા જીવ અને પુદ્ગલેની ગતિ સમ્બન્ધી તેમ જ સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ અને પુદ્ગલેની સ્થિતિ સમ્બન્ધી ધમ-ધર્મને અનુક્રમે ઉપકાર છે.
અથ-એક જ વીજળીને તાર અજવાળું આપે છે. રસોઈ પણ પકાવે છે. પંખાથી વાયુ પણ નાખે છે. તે પ્રમાણે ધર્મ–અધર્મ અથવા આકાશ ત્રણમાંથી કોઈ પણ એક જ દ્રવ્ય જીવ-પુદ્ગલેના ગતિ પરિણામમાં ગતિ સહાયક થાય. સ્થિતિ પરિણામ અવસરે
આ. ૨-૨